દુનિયામાં અનેક એવા સનકી લોકો  હોય છે જેમને સમજવા ખુબ મુશ્કેલ બની જાય છે. તેમની ક્ષણભરની એક હરકત તેમને જીવનભરની તકલીફ આપતી જાય છે. આવું જ કઈક નેપાળથી સામે આવ્યું છે. આ મામલા વિશે જાણીને તમે પણ ચોંકી જશો. નેપાળમાં એક વ્યક્તિના પેટમાંથી ડોક્ટરોએ સ્ટીલનો ગ્લાસ કાઢ્યો. તમને એવો વિચાર આવતો હશે કે આ વ્યક્તિના પેટમાં આખરે ગ્લાસ ગયો કેવી રીતે. તમે અનેકવાર  વાંચ્યુ હશે કે કેટલાક લોકો પોતાની હવસમાં અજીબોગરીબ ચીજો બોડીમાં નાખી દે છે. આ કઈક આવો જ મામલો છે. પરંતુ આ વખતે આ વ્યક્તિએ પોાતનું પાપ છૂપાવવા માટે ખુબ વિચિત્ર બહાનું બનાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પરણિત વ્યક્તિના પેટમાં સ્ટીલનો ગ્લાસ હતો. એવું કહેવાય છે કે આ અગાઉ પણ કેટલીક ચીજો તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટ દ્વારા બોડીની અંદર ઘૂસાડી હતી. પરંતુ દર વખતે તે આવી વસ્તુઓ સુરક્ષિત રીતે બહાર કાઢી લેતો હતો. પરંતુ આ વખતે એવું શક્ય બની શક્યું નહીં. ગ્લાસ આ વખતે તો સીધો અંદર ઘૂસી ગયો અને બહાર નીકળ્યો નહીં. જ્યારે દર્દ આઉટ ઓફ કંટ્રોલ થયું તો તેણે ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું. ત્રણ દિવસ બાદ તેના પેટમાંથી ગ્લાસ બહાર નીકળ્યો જે 12 સેન્ટીમીટરનો હતો. 


PAN ને આધાર સાથે લિંક કરવાની ડેડલાઈન આગળ વધી, હવે આ તારીખ સુધી કરી શકાશે લિંક


1 એપ્રિલથી સામાન્ય લોકોને લાગશે મોંઘવારીનો ઝટકો, 900 દવાઓના ભાવ વધશે


દુર્લભ નજારો, ચંદ્ર પાસે 5 ગ્રહ એક લાઈનમાં જોવા મળ્યા, ખાસ જુઓ Video


આ સમગ્ર મામલો નેપાળના નેશનલ મેડિકલ એસોસિએશને શેર કર્યો. કેસમાં વ્યક્તિની ઓળખ છૂપાવવામાં આવી છે. જો કે તેની ઉંમર 43 વર્ષની હોવાનું કહેવાય છે. વ્યક્તિએ કહ્યું કે તે ગ્લાસની ઉપર બેસી ગયો હતો. જેના કારણે સ્ટીલનો ગ્લાસ તેની અંદર ઘૂસી ગયો. જો કે ત્યારબાદ તેણે સ્વીકાર્યું કે નશાની હાલતમાં તેણે સેક્સ્યુઅલ સેટિસફેક્શન માટે આ કામ કર્યું હતું. સુને મેડિકલ એક્સપર્ટ્સે જણાવ્યું કે ગ્લાસના કારણે તે બાથરૂમ જઈ શકતો નહતો કે ગેસ પણ પાસ કરી શકતો નહતો. 


વ્યક્તિએ પહેલા તો પોતે જાતે ગ્લાસ બહાર કાઢવા માટે ખુબ મગજમારી કરી પરંતુ જ્યારે સફળતા ન મળી તો તે ડોક્ટર્સ પાસે પહોંચી ગયો. ડોક્ટર્સે જે રીત અપનાવી તેને મેડિકલ ભાષામાં મિલ્કિંગ કહે છે. જેમાં લોઅર ઈન્ટેસ્ટાઈનને દબાવવામાં આવે છે. પરંતુ આ રીતે પણ ગ્લાસ બહાર નીકળ્યો નહીં. ત્યારબાદ સર્જરી કરીને ગ્લાસને બહાર કાઢવામાં આવ્યો. સર્જરીના પાંચમા દિવસે વ્યક્તિ ફ્રેશ થઈ શક્યો અને સાતમા દિવસે રજા અપાઈ. આ કેસ બે મહિના પહેલનો છે પરંતુ તેને હવે શેર કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube