નેપાળના પોખરામાં રવિવારે દર્દનાક અકસ્માત થયો. લેન્ડિંગથી 10 સેકન્ડ પહેલા જ યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થઈ ગયું. વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા. એવું કહેવાઈ રહ્યું છે કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત નિપજ્યા છે.   મૃતદેહો વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. પ્લેન ક્રેશમાં 5 ભારતીયોના પણ મોત થયા છે. જેમા ગાઝીપુરના 4 મિત્રો સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લેન ક્રેશમાં અલવાલપુર અફગાં રહીશ સોનુ જયસ્વાલ, (28 વર્ષ), અલાવલપુર અફગાં રહીશ વિશાલ શર્મા (23 વર્ષ), ચકદરિયા ચકજૈનબ રહીશ અનિલ રાજભર (28 વર્ષ) અને ધરવા ગામ રહીશ અભિષેક કુશવાહા (23 વર્ષ) ના કરુણ મોત નિપજ્યા છે. ચારેય મૃતક મિત્રો હતા. ગત 12 જાન્યુઆરીના રોજ અનિલ રાજભર, વિશાલ શર્મા અને અભિષેક સિંહ કુશવાહા એક સાથે વારાણસીના સારનાથ પહોંચ્યા હતા. જ્યાં સોનુ જયસ્વાલને લઈને તેઓ નેપાળના કાઠમંડુ રવાના થયા હતા. 


ચારેય મિત્રો નેપાળના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પોખરા જવા માટે સવારે  કાઠમંડુથી ફ્લાઈટ પકડીને પોખરા જવા રવાના થયા હતા. પરંતુ પ્લેન પોખરા અને કાઠમંડુની વચ્ચે જ ખરાબ હવામાનના કારણે પોખરા હવાઈપટ્ટી પર ઉતરતી વખતે ક્રેશ થઈ ગયું. 


ભાજપ ૨૦૧૯ની જેમ સરળતાથી નહીં જીતે; આ નેતાની આગાહી, BJP ની ૨૦૨૪માં ૫૦ બેઠકો ઘટશે


મોદીના છે ખાસ! BJP મોટા ફેરબદલના મૂડમાં નહીં હોય તો આ નેતા બની શકે રાષ્ટ્રીય અધ્યક્ષ


દેશમાં આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે લોકો કરે છે પડાપડી!, મફતમાં કરી શકાય છે મુસાફરી


અકસ્માત પહેલાનો વીડિયો વાયરલ!
અકસ્માતની બરાબર પહેલા સોનુ જયસ્વાલ પોતાના મોબાઈલ ફોનથી ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. તેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીળી ટીશર્ટ/હુડી પહેરેલો જે યુવક જોવા મળી રહ્યો છે તે સોનુ જયસ્વાલ હોવાનું કહેવાય છે. પરંતુ કોને ખબર હતી કે આ વીડિયો છેલ્લો હશે. (ઝી 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. )આ દર્દનાક અકસ્માત બાદ વિસ્તારમાં શોકની લહેર છે. પોલીસ પ્રશાસનના લોકો પીડિત પરિજનોને દરેક શક્ય મદદ કરવાની કવાયત કરી રહ્યા છે. જિલ્લાધિકારી આર્યકા અખૌરીએ શોક સંવેદના વ્યક્ત કરતા દરેક શક્ય મદદ કરવાની વાત કરી છે. 



બીજી બાજુ સાંજે પાંચ વાગે બરેસર પોલીસ મથક પર ચારેય યુવકોના મોતની સૂચના મળતા જ હાહાકાર મચી ગયો. ગ્રામીણોની ભીડ શોક સંલિપ્ત પરિવારોના ઘરે ભેગી થઈ ગઈ. ગામના લોકો સાંત્વના આપી રહ્યા છે. યુવકોના ગામડાઓમાં શોકનો માહોલ છે. 


સીઓ  કાસિમાબાદ બલરામે જણાવ્યું કે નેપાળ પ્લેન ક્રેશમાં વિસ્તારના ચાર યુવકોના મોત થયા છે. પરિજનોને સૂચના આપી દેવાઈ છે અને પોલીસ અને પ્રશાસન પીડિતોના પડખે છે. 


અત્રે જણાવવાનું કે નેપાળના આ પોખરા એરપોર્ટનું ઉદ્ધાટન 14 દિવસ પહેલા જ થયું હતું. આ અકસ્માત ધોળે દિવસે 11.10 વાગે થયો હતો. વિમાન પોખરા ઘાટીમાં સેતી નદીની ખાઈમાં ખાબક્યું હતું. અક્સમાતમાં અત્યાર સુધીમાં જે મૃતદેહોની ઓળખ થઈ શકી નથી તે મૃતદેહોને ડીએનએ પરીક્ષણ માટે હેલિકોપ્ટર દ્વારા કાઠમંડુ મોકલવામાં આવશે. 

જુઓ વીડિયો