Nepal Plane Crash: નેપાળની સેના તારા એરનું દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનનો કાટમાળ મુસ્તાંગ જિલ્લામાં શોધી કાઢવામાં આવ્યો. બ્રિગેડિયર નારાયણ સિલ્વાલે કહ્યું કે દુર્ઘટનાસ્થળ મુસ્તાંગ જિલ્લાના થસાંગ-2નું સનોસવેર છે. તારા એરનું ટ્વિન ઓટ્ટર 9એન-એઈટી વિમાન રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને ક્રેશ થવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. વિમાનમાં ક્રુ મેમ્બર્સ સહિત 22 લોકો સવાર હતા. આ તમામના મોત થયા છે જેમાં 4 ભારતીય પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના અશોક કુમારનો પરિવાર દુર્ઘટનાનો ભોગ બન્યો
નેપાળમાં થયેલા વિમાન અકસ્માતમાં મહારાષ્ટ્રના થાણામાં રહેતા અશોકકુમાર ત્રિપાઠી અને તેમના પત્ની તથા બે બાળકોના મોત થયા. અશોક તેમની પત્ની વૈભવીથી અલગ રહેતા હતા. બંનેનું મિલન જો કે વિમાન દુર્ઘટના સાથે દર્દનાક સાબિત થયું. થાણાના કપૂરવાડી પોલીસ મથકના અધિકારીના જણાવ્યા મુજબ ઓડિશામાં એક કંપની ચલાવતા 54 વર્ષના અશોક ત્રિપાઠી અને તેમના પત્ની 51 વર્ષના વૈભવી બાંડેકર ત્રિપાઠી કોર્ટના આદેશ બાદ અલગ રહેતા હતા. 


બંનેના બે બાળકો હતાં. 22 વર્ષનો પુત્ર ધનુષ અને 15 વર્ષની પુત્રી રિતિકા થાણા શહેરના બાલકમ વિસ્તારમાં રુસ્તમજી અતીના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અહીં ઘરમાં હવે વૈભવીની 80 વર્ષની માતા એકમાત્ર બચ્યા છે. તેમની પણ તબિયત સારી નથી અને ઓક્સિજન સપોર્ટ પર છે. આથી તેમના સંબંધીઓ અને પાડોશીઓએ વિમાન દુર્ઘટના અંગે કશું જણાવ્યું નથી. વૃદ્ધ મહિલાની નાની પુત્રી હાલ તેમનું ધ્યાન રાખી રહી છે. અશોક ત્રિપાઠી, વૈભવી અને તેમના બે બાળકો તારા એરલાઈન્સના વિમાનમાં સવાર હતા. જેનો કાટમાળ આજે નેપાળના પહાડી જિલ્લા મુસ્તાંગમાંથી મળ્યો છે. 


આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 4 ભારતીયો, બે જર્મન અને 13 નેપાળી નાગરિકો તથા 3 ક્રુ મેમ્બર્સ સવાર હતા. પોલીસના જણાવ્યાં મુજબ વૃદ્ધ મહિલાની નાની પુત્રી હાલ તેમનું ધ્યાન રાખે છે. વિમાન રવિવારે સવારે પર્યટન શહેર પોખરાથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની મિનિટમાં હિમાલય વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 


Nepal Plane Crash: દુર્ઘટનાનો ભોગ બન્યું તે પહેલા વિમાનના પાઈલટે ATC સાથે કરી હતી આ વાત


UPSC Civil Services Final Result 2021: સિવિલ સેવા પરીક્ષાના ફાઈનલના પરિણામ જાહેર, ટોપ 3માં મહિલાઓએ બાજી મારી


Watch Video: બેંગલુરુમાં રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેંકાઈ 


સિદ્ધુ મૂસેવાલાની હત્યાની ગણતરીની પળો પહેલાનો Video, ફાયરિંગનો અવાજ પણ સંભળાયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube