નવી દિલ્હ: ભારતના પાડોશી દેશ નેપાળમાં એક મોટી દુર્ઘટના બની છે. નેપાળમાં એક યાત્રી વિમાન ગુમ થયું છે. સાંભળીને નવાઈ લાગીને પણ આ હકીકત છે. વિમાનમાં ક્રૂ, ચાર ભારતીય અને ત્રણ જાપાની નાગરિકો સહિત કુલ 22 મુસાફરો સવાર હતા. આ વિમાને પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી હતી. બાદમાં તેનો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. હવે સમાચાર મળ્યા છે કે જોમસોમ નજીકના વિસ્તારમાં આગની જ્વાળાઓ જોવા મળી છે. જ્યારે, જોમસોમ એરપોર્ટ ઓથોરિટીએ પણ જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો. સેના અને ખાનગી હેલિકોપ્ટરને એ બાજુ મોકલવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10:35 વાગ્યા પછી ATS સાથેનો સંપર્ક તૂટી ગયો
અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા અડધા કલાકથી વિમાનના ATC સાથે કોઈ સંપર્ક થયો નથી. વિમાન 10:35 સુધી ATCના સંપર્કમાં હતું. હાલ વિમાન વિશે જાણવા માટે એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. જોમસોમ એરપોર્ટ એટીસીએ માહિતી આપી હતી કે એક હેલિકોપ્ટર તે વિસ્તારોમાં મોકલવામાં આવ્યું છે જ્યાં એરક્રાફ્ટનો છેલ્લે સંપર્ક કરવામાં આવ્યો હતો. નેપાળી આર્મીના પ્રવક્તા નારાયણ સિલવાલે જણાવ્યું હતું કે, નેપાળી સેનાનું એક Mi-17 હેલિકોપ્ટર તાજેતરમાં લેયટે, મુસ્તાંગ માટે રવાના થયું છે, જે આ વિસ્તારોમાં વિમાન ક્રેશ થયું હોવાની શક્યતા છે.


Shehbaz Sharif: 'હું તો મજનુ છું'... પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે કોર્ટમાં કેમ આવું કહ્યું...! જાણો સમગ્ર વિગત


તારા એરના જણાવ્યા અનુસાર પ્લેનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો છે. જેમાંથી 13 નેપાળી, 4 ભારતીય અને બે જાપાની નાગરિકો છે. ક્રૂ મેમ્બર્સમાં એરક્રાફ્ટના પાઇલટ કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઇલટ ઇતાસા પોખરેલ અને એર હોસ્ટેસ કાસમી થાપાનો સમાવેશ થાય છે. તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ પુષ્ટિ કરી છે કે પ્લેન ગુમ થયું છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.


આખરે દુનિયાને થથરાવનાર બિમારીનો મળી ગયો તોડ, જાણો મંકીપોક્સને કઈ દવા આપશે મ્હાત!


તારા એરના જણાવ્યા અનુસાર પ્લેનમાં સવાર ચાર ભારતીયોના નામ કુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતિકા ત્રિપાઠી અને વૈભવી બાંદેકર છે. આ ઉપરાંત અન્ય મુસાફરોમાં ઈન્દ્ર બહાદુર ગોલે, પુરુષોત્તમ ગોલે, રાજન કુમાર ગોલે, બસંત લામા, ગણેશ નારાયણ શ્રેષ્ઠ, રવિના શ્રેષ્ઠ, રશ્મિ શ્રેષ્ઠ, રોઝીના શ્રેષ્ઠા, પ્રકાશ સુનુવર, મકર બહાદુર તમાંગ, રામમયા તમાંગ, સુકુમાયા તમાંગ, તુલસી દેવી, અશોક તમંગ, અશ્લીલ દેવી. માઇક ગ્રીટ, યુવે વિલ્નરનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube