ઓલીએ અયોધ્યા પર આપેલા નિવેદન મામલે નેપાળની સ્પષ્ટતા, કહ્યું- આસ્થાને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી
નેપાળ વિદેશ મંત્રાલયે ઓલીના નિવેદન પર બચાવ કરતા કહ્યું કે, શ્રી રામ અને તેમના સ્થાન સાથે જોડાયેલી ઘણી માન્યતા અને સંદર્ભ છે. પીએમ ઓલી સાંસ્કૃતિક ભૌગલિકતા, રામાયણના ફેક્ટને લઈને અભ્યાસ અને સંશોધનના મહત્વ પર પ્રકાશ પાડી રહ્યાં હતા.
કાઠમંડુઃ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના અસલી અયોધ્યાને લઈને કરવામાં આવેલા દાવા પર નેપાળી વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, પીએમ ઓલીની ટિપ્પણી કોઈ રાજકીય વિષય સાથે જોડાયેલી નથી. તેમનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહતો અને ન અયોધ્યાના સાંકેતિક મહત્વ અને સાંસ્કૃતિક મૂલ્યોનું અપમાન કરવાનો હતો.
નેપાળ વિદેશ મંત્રાલયે કર્યો ઓલીનો બચાવ
નેપાળ વિદેશ મંત્રાલયે ઓલીના નિવેદન પર બચાવ કરતા કહ્યું કે, શ્રી રામ અને તેમના સ્થાન સાથે જોડાયેલી ઘણી માન્યતા અને સંદર્ભ છે. પીએમ ઓલી સાંસ્કૃતિક ભૌગલિકતા, રામાયણના ફેક્ટને લઈને અભ્યાસ અને સંશોધનના મહત્વ પર પ્રકાશ પાડી રહ્યાં હતા.
કોરોના પર WHOની ચેતવણીઃ પહેલા જેવી સ્થિતિ સંભવ નથી, 'ન્યૂ નોર્મલમાં જ જીવવુ પડશે'
અયોધ્યા પર નિવેદન આપી ઘરમાં ઘેરાયા ઓલી
અયોધ્યા પર વિવાદિત નિવેદન આપીને ઓલી પોતાના ઘરમાં જ ઘેરાયા છે. નેપાળના ઘણા નેતાઓએ ઓલીના આ નિવેદનનો વિરોધ કર્યો છે. નેતાઓએ કહ્યું કે, ભારત અને નેપાળ વચ્ચે આમ પણ તણાવની સ્થિતિ બનેલી છે, તેવામાં કોલીએ આવા દાવાઓથી બચવુ જોઈએ. રાષ્ટ્રીય પ્રજાતાંત્રિક પાર્ટીના સહ-અધ્યક્ષ કમલ થાપાએ કહ્યુ કે, પ્રધાનમંત્રીએ આ પ્રકારના નિરાધાર, અપ્રમાણિત નિવેદનોથી બચવુ જોઈએ. થાપાએ ટ્વીટ કર્યુ, એવુ લાગી રહ્યું છે કે પીએમ તણાવોને હક કરવાની જગ્યાએ ભારત-નેપાળના સંબંધો વધુ ખરાબ કરવા ઈચ્છે છે.
કેપી ઓલીના રાજીનામાની માગ ઉગ્ર બની
નેપાળમાં ઘણા દિવસોથી પીએમ ઓલીના રાજીનામાની માગ થઈ રહી છે. બજેટ સત્રને સ્થગિતકર્યા બાદ હવે કેપી ઓલી એક અધ્યાદેશ લાવીને પાર્ટીને તોડી શકે છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, ઓલી વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસના સંપર્કમાં છે. તેથી તેમને સત્તા મળી શકે. હકીકતમાં ઓલી અધ્યાદેશ લાવીને પોલિટિકસ પાર્ટી એક્સમાં ફેરફાર કરી શકે છે. તેનાથી તેમને પાર્ટીના વિભાજનમાં સરળતા થશે. આ બધુ ચીન અને પાકિસ્તાનના સમર્થનથી થઈ રહ્યું છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube