કાઠમંડૂ: નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભગવાન રામના જન્મસ્થળને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ હવે ઓલી પર નેપાળમાં જ સવાલ ઊભા થયા છે. નેપાળના અનેક નેતાઓએ ખુલીને ઓલીને નિવેદનનો વિરોધ કર્યો છે. નેતાઓએ કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે આવામાં ઓલીએ આવા દાવા કરવાથી બચવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલી પોતાની સત્તાને જતી જોઈને સતત ભારત પર નિશાન સાધી રહ્યાં છે. સોમવારે તેમણે દાવો કર્યો કે ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યાનું નિર્માણ કર્યું છે. જ્યારે અસલી અયોધ્યા તો નેપાળમાં છે. ઓલી અગાઉ પણ કહી ચૂક્યા છે કે ભારત તેમને સત્તામાંથી હટાવવા માટે ષડયંત્ર રચી રહ્યું છે. ઓલીએ સવાલ કર્યો કે તે સમયે આધુનિક પરિવહનના સાધન અને મોબાઈલ ફોન નહતા તો રામ જનકપુર સુધી કેવી રીતે આવ્યાં?


આ બાજુ રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના સહ અધ્યક્ષ કમલ થાપાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ આ પ્રકારના નિરાધાર, અપ્રમાણિત નિવેદનોથી બચવું જોઈએ. થાપાએ ટ્વિટ કરી કે એવું લાગે છે કે પીએમ તણાવનો ઉકેલ લાવવાની જગ્યાએ નેપાળ ભારતના સંબંધ વધુ ખરાબ કરવા માંગે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube