નવી દિલ્હી : નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના રાજીનામા પર સસ્પેન્સ યથાવત્ત છે. આજ યોજાનારી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક રદ્દ થઇ ચુકી છે. હવે સોમવારે ઓલીની કુર્સી પર નિર્ણય લેવાશે. બેઠક સવારે 11 વાગ્યે આયોજીત થવાની હતી. આગામી બેઠક 6 જુલાઇએ યોજાશે. પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ પુષ્ કમલ દહલ પ્રચંડ, માધવ કુમાર નેપાળ સહિત પાર્ટીનાં તમામ વરિષ્ઠ નેતાઓ તેમાં હાજર રહેવાના હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus : તુટ્યા તમામ રેકોર્ડ, એક જ દિવસમાં એટલા કેસ આવ્યા કે સરકાર પણ પરેશાન

સુત્રો અનુસાર પ્રચંડ પોતાના બહુમત નેતાઓ સાથે પાર્ટીથી અલગ થવા માંગે છે. પ્રચંડે કાલે રાષ્ટ્રપતિ  વિદ્યા દેવી ભંડારી સાથે પણ મુલાકાત કરી હતી. બીજી તરફ ચીન ઓલીની કુર્સી બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. નેપાળમાં ચીની રાજદુતે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ભારત સાથે નેપાળના સંબંધો બગાડવાનાં પ્રયાસો કરી રહેલ ચીનના રાજદુતે પહેલીવાર આવું પગલું ભર્યું છે. હોઉ યાનિકાએ ચીનનાં વિદે મંત્રાલયની એશિયા વિંગમાં કામ કર્યું છે. વિદેશ મંત્રાલયની એશિયા વિંગમાં ઉપ નિર્દેશક રહ્યા છે. પાકિસ્તાનમાં પણ ચીનનાં દૂતાવાસમાં ફરજ બજાવી ચુક્યા છે. ભારત વિરુદ્ધ ચીન મોટાભાગના અભિયાનોનું જવાબદાર છે. હાલ હોઉ યાનિકી નેપાળમાં ચીની રાજદુત છે. 


કોરોના : 15 ઓગષ્ટે લોન્ચ થનારા રસી પર નિષ્ણાંતો શા માટે આશંકા વ્યક્ત કરી રહ્યા છે !


અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત નેપાળ વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે બંન્ને વચ્ચે સંબંધોમાં તિરાડ પડી છે. પહેલીવાર એવું થયું છે કે નેપાળ સીમા મુદ્દે ભારતની વિરુદ્ધ ગયું છે. જો કે ચીન બંન્ને દેશો વચ્ચે પડેલી આ તિરાડને વધારે પહોળી કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે. કેપી શર્મા ઓલી પહેલા એવા પ્રધાન મંત્રી છે જે ભારતની વિરુદ્ધ નેપાળની સંસદમાં વિવિધ મુદ્દે ન માત્ર બોલી રહ્યા છે પરંતુ બીલ પણ લાવીને પસાર કરાવી રહ્યા છે. તેવામાં તેની પોતાની પાર્ટીમાંથી જ શર્મા વિરુદ્ધ ન માત્ર અવાજ ઉઠી રહ્યા છે પરંતુ બળવો પણ થઇ ચુક્યો છે. પાર્ટી મીટિંગમાં તેમની પીએમ પદેથી હકાલપટ્ટી કરવામાં આવે તે નિશ્ચિત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર