કાઠમંડુઃ કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ સહિત 395 વર્ગ કિલોમીટરના ભારતીય વિસ્તારને ધરાર પોતાના નક્શામાં સામેલ કરનાર નેપાળે હવે આ વિસ્તારમાં નેપાળના નાગરિકોની ઘુષણખોરીને કાયદેસર ગણાવી છે. નેપાળના ધારચુલા જિલ્લા તંત્રએ ભારતના પત્રના જવાબમાં દાવો કર્યો કે સુગૌલી સંધિના આર્ટિકલ 5, નકશા અને ઐતિહાસિક પૂરાવાના આધાર પર કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ નેપાળી ક્ષેત્ર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આની પહેલા આ મહિને ભારતે નેપાળને પોતાના નાગરિકોને કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખમાં ગેરકાયદેસર રીતે ઘુસતા રોકવાની અપીલ કરી હતી. આ સંબંધમાં ધારચૂલા (પિથૌરાગઢ, ઉત્તરાખંડ)ના નાયબ જિલ્લાધિકારી અનિલ કુમાર શુક્લએ પાછલા દિવસોમાં નેપાળ વહીવટી તંત્રને એક પત્ર લખ્યો હતો. હવે નેપાળે તે પત્રનો જવાબ આપ્યો છે. નેપાળના ધારચુલા વિસ્તારના મુખ્ય જિલ્લા અધિકારી શરદ કુમારે પોતાના પત્રમાં દાવો કર્યો કે, કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળી વિસ્તાર છે. 


શરદ કુમારે કહ્યુ કે, સુગૌલી સંધિના આર્ટિકલ 5, નકશા અને ઐતિહાસિક પૂરાવાના આદાર પર કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ નેપાળી ક્ષેત્ર છે. લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાશે નહીં. તેમણે કહ્યુ કે, કારણ કે આ વિસ્તાર નેપાળી છે, તો ત્યાં પર નેપાળી નાગરિકોનું જવું સ્વાભાવિક છે. આ પહેલા 14 જુલાઈએ ભારતીય અધિકારી અનુલ કુમાર શુક્લાએ એક ઈમેલ મોકલીને નેપાળી લોકોની ગેરકાયદેસર ઘુષણખોરી પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું હતું. 


અમેરિકા અને કેનેડાને હેરાન પરેશાન કરવાનું ચીનનું વળી પાછું નવું કાવતરું? ખાસ જાણો 


395 વર્ગ કિલોમીટરના ભારતીય વિસ્તારને પોતાનો ગણાવ્યો
અનિલ કુમારે કહ્યુ હતું કે, આ પ્રકારની ગેરકાયદેસર ઘુષણખોરી બંન્ને દેશોના વહીવટી તંત્ર માટે સંકટ ઊભુ કરે છે. ભારતની માગ છે કે નેપાળ આ પ્રકારની ઘુષણખોરીની તેને જાણકારી પણ આપે. મહત્વનું છે કે ભારતની સાથે સરહદ વિવાદ વચ્ચે નેપાળે પોતાના નવા નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળના પોતાના ક્ષેત્રમાં દેખાડ્યા છે. આ નવા નકશામાં નેપાળે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાના કુલ 395 વર્ગ કિલોમીટરના ભારતીય વિસ્તારને પોતાનો ગણાવ્યો છે. 


ભારતે નેપાળના આ પગલાં પર વિરોધ વ્યક્ત કરતા નવા નકશાને મંજૂર કરવાનો ઈનકાર કરી દીધો છે અને કહ્યું છે કે આ માત્ર રાજકીય હથિયાર છે તેનો કોઈ આધાર નથી. ઉલ્લેખનીય છે કે બંન્ને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ તે સમયે આવી ગયો હતો જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ લિપુલેખ દર્રેને ઉત્તરાખંડના ધારચૂલા સાથે જોડનારી એક રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ સકડનું 8 માર્ચે ઉદ્ઘાટન કર્યું હતું. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube