નેપાળની ભારત વિરુદ્ધ નવી ચાલ, શાળાના પુસ્તકમાં છપાવ્યો વિવાદિત નકશો
India-Nepal Border Dispute: ભારત અને નેપાળના સરહદ વિવાદને શાળાના બાળકોના પુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું કે ભારત સરહદની પાસે નેપાળી વિસ્તારમાં અતિક્રમણ કરી રહ્યું છે.
કાઠમાંડૂઃ ભારત અને નેપાળ વચ્ચે મેમાં સરહદ વિવાદ થયો હતો. વાતચીત દ્વારા તેનું સમાધાન નિકળવાનો દરવાજો હતુ ખુલ્લો હતો કે વધુ એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. નેપાળ સરકારે બાળકોના એક પુસ્તકમાં વિવાદિત નકશો પ્રકાશિત કર્યો છે. એટલું જ નહીં તેમાં ભારતની સાથે સરહદ વિવાદનો પણ ઉલ્લેખ છે. આ સાથે બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીતને ઝટકો પહોંચાડવાની આશંકા ઉભી થઈ ગઈ છે.
કાલાપાની પર નેપાળનો દાવો
દેશના શિક્ષણ મંત્રી ગિરિરાજ મણિ પોખરલ પ્રમાણે પુસ્તકનું પ્રકાશન ભારતની કાર્યવાહીના જવાબમાં કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે ભારતે પાછલા વર્ષે કાલાપાનીને પોતાની સરહદમાં દેખાડતો નકશો જારી કર્યો હતો. નેપાળ કાલાપાનીને પોતાનો ભાગ ગણાવે છે. નેપાળના નવા પુસ્તકમાં નેપાળના ક્ષેત્ર વિશે ભણાવવામાં આવી રહ્યું છેઅને સરહદ વિવાદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભારતની સાથે વિવાદ પણ સામેલ
તેમાં ભારતની સાથેનો વિવાદ પણ સામેલ છે. તેવામાં સવાલ ઉઠે છે કે શું આમ કરવું જરૂરી હતું. ખાસ કરીને તેવા સમયમાં જ્યારે સરકારની સામે બીજા વધુ જરૂરી મુદ્દા છે. આ વર્ષે વિવાદ મેમાં વધી ગયો હતો જ્યારે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કૈલાશ માનસરોવર માટે લિપુલેખથી થતા લિંક રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના જવાબમાં નેપાળે પોતાનો નવો નક્શો જારી કર્યો જેમાં કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરા ત્રણેય ક્ષેત્ર પોતાના ગણાવ્યા હતા.
રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને આપી જન્મદિવસની શુભેચ્છા, કહ્યું- બંન્ને દેશો વચ્ચે સંબંધ મૂલ્યવાન
ભારત પર લગાવ્યો અતિક્રમણનો આરોપ
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે 1962મા ચીન યુદ્ધ બાદ તત્કાલીન ભારતીય પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ પોતાની સેના કેટલાક સમય સુધી નેપાળમાં રાખવાની મંજૂરી માગી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે બાદમાં સેના હટાવવાની જગ્યાએ ભારત સરકારે નકશો જારી કરી ક્ષેત્રને પોતાનું ગણાવ્યું હતું. તેમાં તે પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતની સરહદ સાથે લાગેલા જિલ્લામાં સમજી-વિચારીને અતિક્રમણ કરવામાં આવ્યું છે.
પોતાના ફાયદા માટે કર્યું?
પુસ્તકમાં પોખરલે ખુદે લખ્યુ છે કે કઈ રીતે તેમણે 24 વર્ષ પહેલા ભારતીય સેનાને નેપાળની બહાર કરવાનું અભિયાન ચલાવ્યું હતું. નેપાળમાં નિષ્ણાંતોએ આ પગલાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે એકેડમિક પુસ્તરમાં મંત્રીની ભૂમિકા ન હોવી જોઈએ અને પોખરલે પોતાની છબી બનાવવા માટે આમ કર્યું છે. તો સેન્ટર ફોર નેપાળ એન્ડ એસિયન સ્ટડીઝના એસોસિએટ પ્રોફેસરનું કહેવું છે કે, આવા પુસ્તકોથી નવી પેઢીનું જ્ઞાન વધતુ નથી પરંતુ બે દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે વાતચીતનો રસ્તો પણ બંધ થઈ જાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube