કાઠમંડુ: નેપાળમાં 2015માં ભૂંકપના ત્રણ વર્ષબાદ ભગવાન શ્રી કૃષ્ણના પ્રસિદ્ધ મંદિરના દ્વાર રવિવારે લોકો માટે ફરીવાર ખુલ્લા મુકાયા હતા, આ મંદિર ભારતીય શિખર શૈલી મુજબ બનાવામાં આવ્યું હતું. નેપાળમાં 25 એપ્રીલ 2015માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 8,700 લોકોના મોત થયા હતા, જેમાં ઘરો અને સાંસ્કૃતિક સ્થળોને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. રવિવારે કાઠમંડુના લલિતપુર નગર વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણના 17મી સદી બનેલા મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લલિતપુરમાં સિદ્ધિ નરસિંહ મલ્લ દ્વારા નિર્મિત કલાત્મક મંદિરને ભૂકંપના કારણે ભારે નુકશાન થયુ હતું. પથ્થરોની બનેલા આ મંદિરનુ સમારકામ હાલમાં જ પૂરૂ કરવામાં આવ્યું છે. આ મંદિરને રંગબેગી ઝંડાઓ, બેનરો અને લાઇટોથી શણગારવામાં આવ્યુ છે. આ મંદિર ત્રણ માળ અને 21 શિખર વાળુ છે.


મંદિરના પહેલા માળે પથ્થરો પર હિન્દુઓના મહાકાવ્ય મહાભારત સાથે જોડાયેલી ઘટનાઓને અંકિત કરવામાં આવી છે. જ્યારે બીજા માળ પર રામાયણ સાથે જોડાયેલા દ્રશ્યોને અંકિત કરવામાં આવ્યા છે. કૃષ્ણ મંદિરનું નિર્માણ ભારતીય શૈલી મુજબ કરવામાં આવ્યું છે. એક લોક વાયકા મુજબ રાજા મલ્લાને રાત્રી દરમિયાન સપનામાં કૃષ્ણ અને રાધા દેખાયા અને તેના મહેલની સામે મંદિર બનાવાનો આદેશ આપ્યો હતો. જેની એક પ્રતિકૃતિ રાજાના મહેલમાં પણ બનાવામાં આવી હતી.