યેરુશલમઃ બેન્જામીન નેતન્યાહુના મુખ્ય વિરોધી બેની ગેન્ટ્જ બુધવારે નક્કી કરેલી સમયસીમા સુધી સરકાર બનાવવામાં સફળ થયા નથી. આ સાથે તેમની લાંબા સમયથી ઇઝરાયલના વડાપ્રધાન રહેલા નેતન્યાહુને સત્તાથી બહાર કરવાની આશા ધરાશાયી થઈ ગઈ અને દેશને એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં અભૂતપૂર્વ રૂપથી ત્રીજીવાર  ચૂંટણી તરફ ધકેલી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યમાર્ગી બ્લૂ એન્ડ વાઇટ પાર્ટીના નેતા ગેન્ટ્જની આ જાહેરાતથી દેશમાં રાજકીય સંકટ વધુ મજબૂત થઈ ગયું છે. તેનાથી નેતન્યાહુને આશાનું નવું એક કિરણ દેખાઈ છે જે પદ પર બન્યા રહેલા માટે આતુર છે. નેતન્યાહુ દ્વારા ગઠબંધન બનાવવામાં નિષ્ફળ રહેવા પર રાષ્ટ્રપતિએ તેમના મુખ્ય વિરોધીને તક આપી છે, પરંતુ તે પણ સરકાર બનાવી શક્યા નથી. 


બુધવારે મોડી રાત્રે એક નિદેવનમાં ગેન્ટ્જે કહ્યું કે, તેમણે રાષ્ટ્રપતિ રૂવન રિવલિનને સૂચના આપી દીધી કે તે ગઠબંધન સરકાર બનાવવામાં અક્ષમ છે. તેમણે કહ્યું કે, તે ઇઝરાયલના નાગરિકો માટે સારી સરકાર બનાવવા માટે આગામી 21 દિવસમાં કામ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube