નેટફ્લિક્સ INC ના કો ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે સીઈઓના પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે કહ્યું કે લાંબા સમયના સાથી અને કો સીઈઓ ટેડ સારંડોસ અને કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્રેગ પીટર્સને નેટફ્લિક્સની કમાન સોંપી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેસ્ટિંગ્સે એક નિવેદનમાં કહ્યું કે હાલમાં જ અમે કોવિડના પડકારોનો પણ સામનો કર્યો હતો. તેનાથી અમારા  વ્યવસાય ઊપર પણ ઊંડી અસર પડી હતી. તેમણે કહ્યું કે બોર્ડ અને મારું માનવું છે કે હવે યોગ્ય સમય છે કે મારે મારા પદેથી રાજીનામું આપી દેવું જોઈએ અને મારે મારા વારસદારને કમાન સોંપી દેવી જોઈએ. મળતી માહિતી મુજબ કંપનીના શેરમાં ગત વર્ષે લગભગ 38 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ તેમાં 6.1નો ઉછાળો પણ જોવા મળ્યો. 


બીજી બાજુ સ્ટ્રીમિંગ વીડિયો પાયોનિયરે એમ પણ કહ્યું કે નેટફ્લિક્સે ગત વર્ષના અંતમાં અપેક્ષા કરતા વધુ ગ્રાહકોને સંભાળ્યા હતા. રિપોર્ટ્સ મુજબ 2022ના પહેલા ત્રિમાસિકથી જ નેટફ્લિક્સ દબાણમાં છે. હેસ્ટિંગ્સ નેટફ્લિક્સમાં કાર્યકારી અધ્યક્ષ સારંડોસ અને મુખ્ય કાર્યકારી અધિકારી પીટર્સને રાજીનામું સોંપશે. કંપની પોલીસી મુજબ તેમનું રાજીનામું તત્કાળ પ્રભાવથી લાગૂ થશે. 


દેશ ભીખારી બની રહ્યો છે અને આ 10 લોકો એવા છે...જે પૈસામાં આળોટે છે, દોમદોમ સાહિબી છે


વિશ્વના આ સ્થળોએ રહેવા જાવ, 100 વર્ષ પહેલાં મૃત્યું પણ નહીં આવે, બ્લુ ઝોનની મળી છે..


Amazon માં ચાલુ છે છટણીની લહેર...2300 કર્મચારીઓને મળી વોર્નિંગ નોટિસ


અત્રે જણાવવાનું કે નેટફ્લિક્સ INC માટે પડકારભર્યા સમય વચ્ચે જુલાઈ 2020માં પીટર્સ અને સારંડોસ બંનેને પ્રમોટ કરાયા હતા. નેટફ્લિક્સે કહ્યું કે તેમણે ચોથા ત્રિમાસિકમાં 7.66 મિલિયન ગ્રાહકો જોડ્યા. સ્ટ્રીમિંગ કંપનીએ ટેલિવિઝન દર્શકોને પણ જોડવાની જંગમાં હેરી અને મેઘન, તથા વેનસડેની મદદથી વોલ સ્ટ્રીટના 4.57 મિલિયન પૂર્વાનુમાનને પણ ખોટું સાબિત કર્યું. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube