એમ્સ્ટર્ડમઃ નેધરલેન્ડ્સના યુટ્રેક્ટ શહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ વ્યક્તિનાં મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. સોમવારે વહેલી સવારે નજીકના રહેવાસી વિસ્તારમાં એક ટ્રામમાં ગોળીબારની ઘટના નોંધાઈ છે. આ ઘટના પછી ડચ પોલીસ એક તુર્કી પુરુષને શોધી રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડચ સમાચાર એજન્સી એએનપીએ જણાવ્યું કે, એક મૃતક ચાદરથી સંપૂર્ણપણે ઢંકાયેલો હતો અને બે ટ્રામ વચ્ચે પાટા પર પડ્યો હતો. આ ઘટનામાં પોલીસને એક તુર્કી મૂળના વ્યક્તિ પર આશંકા છે. પોલીસે તેનો સીસીટીવી ફોટો પણ બહાર પાડ્યો છે. પોલીસ હાલ શંકાના આધારે આ વ્યક્તિને શોધી રહી છે. 


ન્યૂઝીલેન્ડ મસ્જીદ હુમલો: હુમલાખોરે પોતાના વકીલને હટાવ્યો, પોતે જ કરશે દલીલ


યુટ્રેક્ટ પોલીસે માહિતી આપી છે કે, ગોળીબારીની ઘટના એક ટ્રામમાં થઈ હતી. મદદ માટે હેલિકોપ્ટર તૈનાત કરાયા છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં આતંકવાદીઓ સામેલ હોઈ શકે છે. 


શુક્રવારે ન્યૂઝિલેન્ડમાં થયું હતું ફાયરિંગ
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં બે મસ્જિદમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં 5 ભારતીય સહિત 50 લોકોનાં મોત થયા હતા. 


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....