ન્યૂયોર્ક: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભરપૂર પ્રયત્ન કર્યા કે ઉત્તર કોરિયા પરમાણું હથિયાર (Nuclear weapons) વિકસિત ન કરી શકે. તેના માટે તેમણે પોતે આગળ આવીને ઉત્તર કોરિયા (North Korea) ના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન (Kim Jong Un) સાથે ત્રણ-ત્રણ વાર મુલાકાત કરી, પરંતુ ઉત્તર કોરિયા પોતાના ઇરદાથી પાછળ હટ્યું નહી. પરંતુ બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતો દુનિયાભરના મીડિયામાં ખૂબ છવાયેલી રહી. હવે બંનેની મુલાકાતો અને વાતચીત પર આધારિત પુસ્તક 'રેજ' આવી રહ્યું છે, જેમાં બંને વચ્ચે શું વાતો થઇ, આ બધાનો ઉલ્લેખ આ પુસ્તકમાં હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુસ્તકને પ્રકાશિત કરનાર પબ્લિશિંગ ફર્મએ દાવો કર્યો છે કે કિમ જોંગ ઉનને ટ્રમ્પ સાથે મુલાકાતો કોઇ 'ફંતાસી ફિલ્મ' જેવી લાગી. આ પુસ્તકના પહેલા ભાગનું નામ 'ફીયર' હતું, અને પહેલી મુલાકાત બાદ તે વાતો 'રેજ' નામે છપાશે. 


આ પુસ્તક 15 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે લખવામાં આવેલા 25 પત્રો પણ સામેલ કરવામાં આવ્યા છે. બંને નેતાઓના કારણે વોશિંગ્ટન અને પ્યોંગયાંગમાં એક સમહમતિ બનવાની આશા હતી, જે એકબીજાને બેઇજ્જત કરવા, યુદ્ધની ધમકી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પ્રેમના ઇઝહારમાં બદલાઇ ગઇ. 


પત્રકાર બોબ વુડવર્ડ (Bob Woodward)એ આ પુસ્તકને લખ્યું છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ વચ્ચે શું વાતો થઇ, તેને તે પુસ્તકમાં પ્રકાશિત થતાં પહેલાં ન કહી શકાય. જોકે પ્રકાશન સાઇમન એન્ડ શુસ્ટર (Simon and Schuster)એ અમેઝોન પર પુસ્તના પેજ પર લખ્યું છે કે આ પત્રોમાં કિમ જોંગ ઉનએ બંને નેતાઓ વચ્ચે પરસ્પર સમજને 'ફંતાસી ફિલ્મ' માફક ગણાવી છે. જેમાં બંને નેતાઓએ એકદમ મહત્વપૂર્ણ મુદ્દા પર વાતચીત કરી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube