Shocking! ચીનની વુહાન લેબમાં કોરોનાથી પણ ખતરનાક વાયરસ, ચોખા-કપાસથી થયો ચોંકાવનારો ખુલાસો
એકબાજુ જ્યાં દુનિયા કોરોનાથી પાયમાલ થઈ રહી છે, લાખો લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યાં ચીનથી અત્યંત આઘાતજનક સમાચાર આવી રહ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં એકવાર ફરીથી કેર વર્તાવવાનું શરૂ કરી દીધુ છે. પરંતુ આ બધા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કોરોના વાયરસ જેટલો જ ખતરનાક વધુ એક વાયરસ જલદી આ દુનિયાને પરેશાન કરી શકે છે. વાત જાણે એમ છે કે રિસર્ચર્સની એક ટીમે એવો દાવો કર્યો છે કે ચીનના વુહાનમાં હજુ પણ અનેક પ્રકારના નવા અને વધુ ખતરનાક કોરોના વાયરસ રહેલા છે. વૈજ્ઞાનિકોએ આ દાવો વુહાન અને ચીનના અન્ય શહેરોના કૃષિ પ્રયોગશાળામાંથી મળેલા ચોખા અને કપાસના જેનેટિક ડેટાના આધારે કર્યો છે.
દુનિયા વધુ એક મુસીબત તરફ
એકબાજુ લોકો કોરોનાના કેરથી પરેશાન છે ત્યારે આવામાં જો વૈજ્ઞાનિકોનો આ દાવો સાચો ઠરે તો ચીન તરફથી દુનિયાને વધુ એક મુસીબત મળી શકે છે. આ વાયરસ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે કૃષિ પ્રયોગશાળાઓમાં મેડિકલ રિસર્ચ સેન્ટર કે વાયરોલોજી લેબની જેમ મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોતી છે.
ચીનમાં અનેક વાયરસ છે
આ શોધને ArXiv નામના પ્રિપ્રિન્ટ સર્વરમાં પ્રકાશિત કરાયો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચીનના વુહાન અને અન્ય શહેરોની કૃષિ પ્રયોગશાળાઓમાં માણસોને નુકસાન પહોંચાડનારા અનેક વાયરસ રહેલા છે. જો તેને હજુ પણ સુરક્ષિત રીતે કંટ્રોલ કરવામાં ન આવ્યા તો દુનિયા માટે મોટી મુસીબત પેદા થઈ શકે છે.
PHOTOS: ગામમાં બધા નગ્ન અવસ્થામાં જ રહે છે, સ્વમિંગપુલથી માંડીને બીયર બાર..બધે કપડાં વગરના લોકો
વાયરસના ભયંકર પ્રકોપ વચ્ચે દેશમાં કોરોનાની રસી ખૂટી પડી? જાણો સ્વાસ્થ્ય મંત્રીનો જવાબ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube