પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
Demand Millions of Doller Ransom: તે વ્યક્તિએ બ્રી પાસેથી ફોન છીનવી લીધો અને જેનિફરને કહ્યું, સાંભળ, મને તમારી પુત્રી મળી છે. જો પોલીસને બોલાવી અથવા કોઇને બોલાવ્યા તો તેના શરીરમાં ડ્રગ્સ ભરી દઈશ. હું તેને મેક્સિકોમાં છોડી દઈશ.
New Threat AI Scam: દીકરીઓની સુરક્ષા માટે દરેક માતા-પિતા સજાગ રહે છે. કેટલીકવાર તેમને એકલા બહાર જવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી. પણ કલ્પના કરો કે દીકરી બહાર ફરવા ગઈ હોય અને ત્યાંથી ફોન આવે. જો તે કહે કે તેનો જીવ જોખમમાં છે, તો માતા-પિતાનું શું થશે? આવું જ અમેરિકાના એક પરિવાર સાથે થયું. પરંતુ જો તમે વાસ્તવિકતા જાણશો તો તમને આશ્ચર્ય થશે. દીકરીઓની સુરક્ષાની ચિંતા વધુ રહેશે.
ડેઈલી મેઈલના અહેવાલ મુજબ એરિઝોનાની રહેવાસી જેનિફર ડીસ્ટેફાનોને એક અઠવાડિયા પહેલા એક ફોન આવ્યો હતો. આ ફોન તેની 15 વર્ષની પુત્રી બ્રીનો હતો. જે સ્કીઇંગ માટે મેક્સિકો ગઇ હતી. જેનિફર કંઈ બોલે તે પહેલા જ ત્યાંથી દીકરીના રડવાનો અવાજ આવ્યો.તે કહેવા લાગી કે મને બચાવો મા. આ લોકો મારી નાખશે. જેનિફરે પૂછ્યું- શું થયું? બ્રીએ જવાબ આપ્યો, "મમ્મી, મેં ગડબડ કરી." હું ખોટી જગ્યાએ આવી ગઇ છું. ત્યારે જ વ્યક્તિનો અવાજ આવે છે. તે બ્રીને માથું નીચું કરીને સૂવા કહે છે. આ સાંભળીને માતા ડરી જાય છે.
VIDEO: LIVE મેચમાં પંડ્યાની આ હરકત પર મચ્યો હોબાળો, Video Viral થતાં ખળભળાટ
Fact check: કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર 60 વર્ષથી ઓછી કરવા જઇ રહી છે સરકાર?
નસીબ લઇને જન્મયો છે મારો ભઈ... પત્નીએ પોતે પતિની પ્રેમિકા સાથે કરાવ્યા લગ્ન
ફોન કરી માંગી ખંડણી
તે વ્યક્તિએ બ્રી પાસેથી ફોન છીનવી લીધો અને જેનિફરને કહ્યું, સાંભળ, મને તમારી પુત્રી મળી છે. જો પોલીસને બોલાવી અથવા કોઇને બોલાવ્યા તો તેના શરીરમાં ડ્રગ્સ ભરી દઈશ. હું તેને મેક્સિકોમાં છોડી દઈશ. એટલામાં પાછળથી ફરી દીકરી બ્રીનો અવાજ આવ્યો, હેલ્પ મી. કૃપા કરીને મને બચાવો તે જોર જોરથી રડી રહી હતી. આ સાંભળીને જેનિફર ગભરાઈ ગઈ. તેણે તરત જ તે વ્યક્તિને પૂછ્યું - તમારે શું જોઈએ છે. વ્યક્તિએ પહેલા એક લાખ ડોલરની માંગણી કરી હતી. જ્યારે જેનિફરે કહ્યું, મારી પાસે એટલા પૈસા નથી. તેથી તેણે માંગ ઘટાડીને 50 હજાર ડોલર કરી દીધી.
નાના બ્રેસ્ટ સાઈઝને કારણે નથી સારા લાગતા કપડાં? પરફેક્ટ ફિગર માટે કરો આ ઉપાય
સ્વપ્નદોષથી ઓછા થઈ જશે સ્પર્મકાઉન્ટ, જાણી લો Nightfall સંબંધિત માન્યતાઓ અને હકીકતો
લગ્નની ઉંમરમાં સફેદ વાળ આવી ગયા છે? પીવો આ આર્યુવેદિક જ્યૂસ, વાળ થઇ જશે કાળા ભમ્મર
વૉઇસ ક્લોન કરી આપી ધમકી
જેનિફરે તરત જ તેના પતિને ફોન કર્યો જે પુત્રી સાથે હતો. તે સુરક્ષિત હોવાનું જાણવા મળે છે. તેણે તરત જ 911ને જાણ કરી. જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે બ્રિના અવાજને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા ક્લોન કરવામાં આવ્યો હતો. જેનિફરને આ જ અવાજ દ્વારા ધમકી આપવામાં આવી રહી હતી. જેનિફરે કહ્યું, મને એક ક્ષણ માટે પણ શંકા નહોતી કે તે દીકરીનો અવાજ નથી. કૌભાંડી મને રૂબરૂ મળવાનો હતો જેથી તે પૈસા લઈ શકે. મારી દીકરી સુરક્ષિત હોવાની ખાતરી ન થાય ત્યાં સુધી હું રડતી રહી.
માત્ર 3 સેકન્ડના નમૂના જોઇએ
પોલીસના મતે આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો નવો ખતરો છે. આની મદદથી કોઈપણ વ્યક્તિના અવાજનું ક્લોનિંગ કરીને તેના પરિવારના સભ્યોને ધમકાવી શકાય છે. ખંડણી વસૂલી શકાશે. આ માટે માત્ર 3 સેકન્ડના વોઈસ સેમ્પલની જરૂર પડશે. બ્રીના અવાજનો નમૂનો ગુનેગારો દ્વારા સ્કૂલ સ્પોર્ટ્સ ઇવેન્ટમાંથી લેવામાં આવ્યો હતો. કારણ કે તેની પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ નહોતું. કેટલાક ઇન્ટરવ્યુ હતા જેમાં તેનો અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
WhatsApp ના નવા ફીચર્સે મચાવી ધમાલ! હવે એક નહી અનેક ફોનમાં ચાલશે એપ
મને મારા બ્રેસ્ટ મોટા કરવાની અપાઈ હતી સલાહ, લોકો સમજતા હું કેમેરા સામે કપડાં ઉતારીશ
Viral News: મહિલાએ ઓર્ડર કર્યો 10 ઇંચનો પિત્ઝા, માપ્યો તો ભોપાળું નિકળ્યું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube