કોરોનાથી પરાસ્ત થયું ન્યૂયોર્ક, મૃત્યુઆંક પહોંચ્યો 10,000ને પાર
ન્યૂયોર્કમાં કોરોના વાયરસને કારણે મૃતકોની સંખ્યા દસ હજારને પાર પહોંચી ગઈ છે. તેની જાણકારી ગવર્નર એંડ્ર્યૂ ક્યૂમોએ સોમવારે પત્રકાર પરિષદ દરમિયાન આપી હતી. તેમણે કહ્યું કે, ખરાબ સમય પસાર થઈ ગયો છે.
ન્યૂયોર્કઃ પોતાના ગ્લેમર અને જીવંતતાથી વિશ્વના યુવાઓને પોતાની તરફ આકર્ષિત કરનાર અમેરિકાના ન્યૂયોર્કમાં શોકનો માહોલ છે. ન્યૂયોર્ક રાજ્યમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચી ગયો છે. તેની પુષ્ટિ ગવર્નર એંડ્ર્યૂ ક્યૂમોએ પત્રકાર પરિષદ દરમિયાન કરી છે. તેમણે સાથે દાવો કર્યો કે ખરાબ સમય પસાર થઈ ગયો અને ધીમે-ધીમે જીવનને સામાન્ય માર્ગ પર લાવવું પડશે. આ પહેલા ન્યૂયોર્કે મોટી દુર્ઘટના 9/11ના હુમલામાં જોઈ હતી જ્યારે આતંકીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરો સાથે અપહરણ કરાયેલું વિમાન ટકરાવી દીધું હતું.
તો પૂરા અમેરિકામાં મૃતકોની સંખ્યા 22 હજારથી વધુ થઈ ગઈ છે. ક્યૂમોએ સોમ વારે રાત્રે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ-19ની મહામારીથી જીવ ગુમાવનારનો આંકડો 10,000ને પાર પહોંચી ગયો છે. તેમણે આગળ જણાવ્યું, 'મને લાગે છે કે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે.' પરંતુ તેમણે તે પણ કહ્યું કે, આ બધુ સંપૂર્ણ ત્યારે સમાપ્ત થઈ શકે છે જ્યારે તેની વેક્સીન ઉપલબ્ધ થાય, જેમાં હજુ 12થી 18 મહિના લાગી શકે છે. ગવર્નરે કહ્યું, અમે અમારા એક્શનથી કર્વને સીધો કરી દીધો છે. ન્યૂયોર્કના વાસી એકબીજાનો જીવ બચાવવા આગળ આવ્યા છે. આપણે બધા ન્યૂયોર્ક વાસી છીએ.
NYTનો રિપોર્ટ- સમય રહેતા ટ્રમ્પને મળી ગઈ હતી કોરોનાની ચેતવણી, કરી દીધી નજરઅંદાજ
આંકડાના આધાર પર લો નિર્ણય, રાજનીતિ પર નહીં
તેમણે કહ્યું કે, આવી સ્થિતિમાં ફસાયા છીએ જે પહેલા ક્યારેય જોવા મળી નથી. અમારો ઇરાદો આઇસોલેશનથી રાહત આપવાનો અને સંક્રમણની સંખ્યા વધાર્યા વિના આર્થિક ગતિવિધિને વધારવાનો છે. અમારે તેને ધીમે-ધીમે અને બુદ્ધિમાનીની સાથે અને સંપૂર્ણ સાવધાનીથી કરવું પડશે. સમાજને ખોલવાનો નિર્ણય યોજના ડેટા અને નિષ્ણાંતોના અભિપ્રાયના આધાર પર લેવો જોઈએ, ન કે વિચારો અને રાજકીય આધાર પર. અમે બીજા દેશની વોર્નિંગ સાઇનથી શીખીશું. અમે દરેક સાવધાની રાખીશું. અમે ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર