ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રુકલિનના 36 સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન પર મંગળવારે થયેલા ભયાનક ફાયરિંગમાં ઓછામાં ઓછા 16 લોકો  ઘાયલ થયા. હુમલાખોરે મેટ્રો સ્ટેશનની અંદર લોકો પર આડેધડ ફાયરિંગ કર્યું અને ઘટનાને અંજામ આપી ભાગી ગયો. ઘટના અંગે હવે ન્યૂયોર્ક પોલીસે નિવેદન બહાર પાડ્યું છે તથા હુમલાખોરની ઓળખ પણ છતી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂયોર્ક પોલીસ કમિશનર કીચંત સીવેલે સ્પષ્ટ કર્યું કે 36 સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન પર થયેલી ફાયરિંગની ઘટના આતંકી હુમલો નથી અને પોલીસ ફાયરિંગની રીતે જ આ મામલાની તપાસ કરી રહી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે હુમલાખોર હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. 


પોલીસે આ હુમલાખોરની ઓળખ 62 વર્ષના ફ્રેન્ક જેમ્સ તરીકે કરી છે. જે ફિલોડેલ્ફિયાનો રહીશ છે. હાલ પોલીસ ઘટનામાં તેના સામેલ હોવાના આધારે તેની શોધ કરી રહી છે. કીચંત સીવેલે જણાવ્યું કે હાલ અમે હજુ પણ સંદિગ્ધને જાણતા નથી. આ વ્યક્તિ ટ્રેનમાં હિંસાના ઈરાદે  ઘૂસ્યો હતો. અમે તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરી રહ્યા છીએ. તેમાં એનવાયપીડી જાસૂસ, એફબીઆઈ-એનવાયપીડી સંયુક્ત આતંકવાદ કાર્ય બળ અને એટીએફ સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે હુમલો કરનારો વ્યક્તિ 5 ફૂટ 5 ઈંચની ઊંચાઈવાળો કસાયેલું શરીર ધરાવતો ડાર્ક સ્કીનવાળો પુરુષ હતો. તેણે એક નિયન નારંગી રંગનું બનિયાન અને એક ગ્રે કોલરવાળું સ્વેટશર્ટ પહેરેલું હતું. તપાસમાં અમને એક વ્યક્તિ પર શંકા છે, પરંતુ અમારે વધું જાણકારી ઉપરાંત સાર્વજનિક સહાયતાની જરૂર છે. 


રશિયા પાસેથી ઓઈલની ખરીદી પર અમેરિકાએ ચેતવ્યા તો જયશંકરે આપ્યો જડબાતોડ જવાબ


PM Modi-Biden Meeting: ભારત પર આ મુદ્દે ઓળઘોળ થઈ ગયું પાડોશી ચીન, તજજ્ઞોએ શું કહ્યું તે ખાસ જાણો


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube