નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ સરકારે દેશમાં લોકડાઉન લાગુ કર્યું છે. આ નિર્ણય ઓકલેન્ડશહેરમાં એક વ્યક્તિનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ  પોઝિટિવ આવ્યા બાદ લેવાયો. ન્યૂઝીલેન્ડમાં 6 મહિના બાદ કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. ઓકલેન્ડમાં એક સપ્તાહનું જ્યારે દેશના બાકીના ભાગોમાં ત્રણ દિવસનું લોકડાઉન લાગુ રહેશે. આરોગ્ય મંત્રાલયને આશંકા છે કે જે વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે તેનામાં ડેલ્ટા વેરિઅન્ટના લક્ષણ હોઈ શકે છે. આ સૌથી વધુ ખતરનાક વેરિઅન્ટ મનાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓફિસ અને શાળાઓ પણ બંધ
પોઝિટિવ આવેલો વ્યક્તિ ઓકલેન્ડના કાંઠા વિસ્તાર કોરોમંડલ પણ ગયો હતો. આ વિસ્તારમાં પણ સાત દિવસ માટે કડક લોકડાઉન લાગુ કરાયું છે. પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કહ્યું કે અહીં લેવલ-4ના નિયમો લાગુ થઈ રહ્યા છે. જે હેઠળ કોરોના ગાઈડલાઈનની સૌથી કડક શરતો લાગુ થાય છે. શાળાઓ, ઓફિસો અને કારોબાર પણ બંધ રહેશે. જરૂરી સેવાઓ ચાલુ રહેશે. 


જેસિન્ડાએ કહ્યું કે અમે આ પ્રકારની ચીજો માટે પહેલેથી તૈયારી કરી છે. જો તમે શરૂઆતમાં કડક નિયમો લાગુ કરો તો તેનો ફાયદો થશે. આ અમે પહેલા જોઈ ચૂક્યા છીએ. 


Afghanistan સેના તાલિબાન સામે કેમ સરન્ડર થઈ ગઈ? 'ઘોસ્ટ સોલ્જર્સ' કારણભૂત? જાણો Inside Story


23 જગ્યાઓ પર નજર
મીડિયા રિપોર્ટ્સ મુજબ સંક્રમિત વ્યક્તિની ઉંમર 58 વર્ષ છે. કહેવાય છે કે તે ગુરુવારથી બીમાર છે. ટેસ્ટ દરમિયાન તે પોઝિટિવ આવ્યો. જ્યાં આ વ્યક્તિ ગયો હતો તે 23 જગ્યાઓ પર સૌથી વધુ નજર રાખવામાં આવી રહી છે. 


આ કેસ સામે આવ્યા બાદ ઓકલેન્ડના સુપરમાર્કેટમાં ભીડ વધી ગઈ છે. લોકોને પહેલેથી અંદાજો હતો કે લોકડાઉન લાગુ થઈ શકે છે. પ્રશાસનનું કહેવું છે કે આ મામલે તેજ અને કડક એક્શનની જરૂર છે. કારણ કે આ ડેલ્ટા વેરિઅન્ટનો કેસ લાગી રહ્યો છે. 


Afghanistan Updates: જે પ્લેનમાંથી પડ્યા લોકો, તેની અંદરની સ્થિતિ પણ હતી દર્દનાક, Photo સામે આવ્યો


આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશની સરહદો પર હાલના અઠવાડિયામાં જે કેસ સામે આવ્યા છે તે બધા ડેલ્ટા વેરિઅન્ટના જ હતા. પીએમએ કહ્યું કે અમે જોઈ ચૂક્યા છીએ કે બાકી ઠેકાણે આ વેરિઅન્ટે ખુબ મુશ્કેલીઓ ઊભી કરી. આથી આપણી પાસે એક જ તક છે કે આપણે શરૂઆતમાં જ સતર્ક થઈ જઈએ. 


ન્યૂઝીલેન્ડે પોતાની સરહદો પર કડક નિગરાણી રાખી છે. આ જ કારણ છે કે કોઈ પણ પોઝિટિવ દર્દી દેશ પહોંચી શક્યો નથી. આ કડીમાં અહીંની તમામ સરહદો પણ બંધ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube