Afghanistan Updates: જે પ્લેનમાંથી પડ્યા લોકો, તેની અંદરની સ્થિતિ પણ હતી દર્દનાક, Photo સામે આવ્યો

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનનો કબ્જો થઈ ગયો છે. ત્યાંનું પ્રશાસન તાલિબાન (Taliban) ના નેતૃત્વને સત્તા સોંપણી માટે વાતચીત કરી રહ્યું છે. આ સાથે જ અફઘાનિસ્તાનના લોકોમાં ડર પણ વધ્યો છે. 

Afghanistan Updates: જે પ્લેનમાંથી પડ્યા લોકો, તેની અંદરની સ્થિતિ પણ હતી દર્દનાક, Photo સામે આવ્યો

કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનનો કબ્જો થઈ ગયો છે. ત્યાંનું પ્રશાસન તાલિબાન (Taliban) ના નેતૃત્વને સત્તા સોંપણી માટે વાતચીત કરી રહ્યું છે. આ સાથે જ અફઘાનિસ્તાનના લોકોમાં ડર પણ વધ્યો છે. 

તાલિબાનથી બચવા માટે લોકો દેશ છોડી રહ્યા છે
અફઘાનિસ્તાનના લોકો 90ના દાયકામાં તાલિબાન રાજના જુલ્મો ભૂલ્યા નથી. આથી તેમના હાથમાં વાસ્તવિક સત્તા આવતા પહેલા જ કોઈ પણ ભોગે દેશ છોડવા માંગે છે. આ માટે કાબુલ એરપોર્ટ પર લોકોની ભારે ભીડ ઊમટેલી છે. અફઘાનિસ્તાનના લોકોની સ્થિતિ દર્શાવતો એવો જ એક વીડિયો ખુબ વાયરલ થયો છે જેમાં વિમાન સાથે લટકેલા 3 લોકો ઊંચાઈથી પડીને મોતને ભેટ્યા. 

(નોંધ: આ Video તમને વિચલિત કરી શકે છે)#KabulHasFallen #Afghanistan #TalibanTakeover pic.twitter.com/SkAyQwdvCW

— Zee 24 Kalak (@Zee24Kalak) August 16, 2021

પ્લેનની અંદરની તસવીર થઈ રહી છે વાયરલ
હવે તે જ પ્લેનની અંદરની એક તસવીર હાલ વાયરલ થઈ રહી છે. જેને જોઈને અફઘાનિસ્તાનની દર્દનાક પરિસ્થિતિનો અંદાજો લગાવી શકાય છે. Defense One વેબસાઈટથી જાહેર કરાયેલી આ તસવીરમાં અમેરિકી વાયુસેનાના સી-17 ગ્લોબમાસ્ટર (C-17 Globemaster) ની અંદરની તસવીર જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વિમાનમાં 134 લોકોના બેસવાની જગ્યા હોય છે. જો કે એરપોર્ટ પર જેવો વિમાનનો ગેટ ખુલ્યો કે તેમા ધડાધડ 800 લોકો ભરાઈ ગયા. અંદર ઘૂસેલા લોકો કોઈ પણ ભોગે બહાર નીકળવા તૈયાર નહતા. તેમનું કહેવું હતું કે અફઘાનિસ્તાનમાં રોકાઈશું તો તાલિબાન તેમને મારી નાખશે. 

— Defense One (@DefenseOne) August 16, 2021

800 લોકોને લઈને ઉડ્યું પ્લેન
આખરે પ્લેનના ક્રુ મેમ્બર્સે આટલા લોકો સાથે જ પ્લેન ઉડાવવાનો નિર્ણય લીધો. તેમણે 800 લોકો સાથે પ્લેન ટેકઓફ કર્યું. આ માટે સીટો કાઢી નાખવામાં આવી. લોકો પ્લેનમાં નીચે બેસી ગયા. અધિકારીઓના જણાવ્યાં મુજબ પ્લેનમાં ભરાયેલા 800 લોકોમાંથી 650 અફઘાની નાગરિકો હતા. ત્યારબાદ લોકોને સુરક્ષિત અમેરિકા લઈ જવામાં આવ્યા. આ અંગે અમેરિકી વાયુસેના તરફથી કોઈ પણ ઔપચારિક નિવેદન આવ્યું નથી. જો કે માનવામાં આવી રહ્યું છે કે આટલી મોટી સંખ્યામાં લોકોને કાઢવાનો આ એક રેકોર્ડ પણ હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news