મોડી રાત્રે સાયકલ ચલાવી હોસ્પિટલ પહોંચ્યા NZ ના મહિલા સાંસદ, બાળકને આપ્યો જન્મ
ન્યૂઝીલેન્ડના સાંસદ જૂલી એની જેન્ટરને રાત્રે બે કલાકે લેબર પેન શરૂ થયો. ત્યારબાદ તેમણે પોતાની સાયકલ ઉઠાવી અને હોસ્પિટલ પહોંચી ગયા. આશરે એક કલાક બાદ તેમણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના સાંસદ ડૂલી એની જેન્ટર જબરદસ્ત ચર્ચાનો વિષય બનેલા છે. જૂલીએ પોતાના ફેસબુક પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તે સાયકલ ચલાવીને હોસ્પિટલ પહોંચે છે અને ત્યાં એક સ્વસ્થ બાળકને જન્મ આપે છે. તસવીરોમાં તેઓ ખુબ ખુશ નજર આવી રહ્યાં છે. આ તસવીરોને જ્યારે લોકોએ જોઈ તો તે ચોકી ગયા અને સાંસદની પ્રશંસા કરવા લાગ્યા.
હકીકતમાં ન્યૂઝીલેન્ડના સાંસદ જૂલી એની જેન્ટરને રાત્રે બે કલાકે લેબર પેન શરૂ થયો. ત્યારબાદ તેમણે પોતાની સાયકલ ઉઠાવી અને હોસ્પિટલ પહોંચી ગયા. આશરે એક કલાક બાદ તેમણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. સાંસદે સોશિયલ મીડિયા દ્વારા લોકોને આ જાણકારી આપી છે. તેમણે ફેસબુક પર સાયકલ રાઇડથી લઈને બાળકના જન્મ સુધીની તસવીરો શેર કરી છે. કેટલીક તસવીરોમાં તેમના પતિ પણ સાથે જોવા મળી રહ્યાં છે.
સાંસદ જૂલી એની જેન્ટરે લખ્યું કે, આજે સવારે ત્રણ કલાકે અમારા પરિવારમાં એક નવા સભ્યનું સ્વાગત થયું. મેં મારૂ લેબર પેન સાયકલ પર તો ક્યારેય વિચાર્યું નહતું, પરંતુ આમ થયું છે. જ્યારે અમે હોસ્પિટલ માટે નિકળ્યા તો એટલી સમસ્યા નહોતી પરંતુ હોસ્પિટલનું અંતર કાપવામાં અમને 10 મિનિટ લાગી ગયા અને અમારી પાસે એક સુંદર સ્વસ્થ બાળક છે જે પોતાના પિતાના ખોળામાં સુઈ રહ્યું છે.
આ પણ વાંચો- આ દેશમાં ઘરની બહાર લોકો લગાવે છે પોતાની પત્નીનો ફોટો! જાણો કયા દેશનો છે આ ગજબનો રિવાજ
તેમણે હોસ્પિટલ ટીમનો આભાર માનતા લખ્યું કે, હોસ્પિટલ પહોંચ્યા બાદ એક શાનદાર ટીમ મળી, જેના કારણે ડિલીવરી જલદી થઈ શકી. સાંસદ જૂલી જેન્ટરની આ કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જૂલીની આ પોસ્ટ પર લોકોની કોમેન્ટો આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube