ન્યૂઝીલેન્ડઃ PM Jacinda Ardern એ રચ્યો ઈતિહાસ, પહેલા કોરોનાને હરાવ્યો, હવે મળી ભારે બહુમતથી જીત
Jacinda Ardern: ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્નની કૂ પાર્ટીએ ચૂંટણીમાં ઈતિહાસ રચી દીધો છે. પ્રથમવાર તેમની લેબર પાર્ટીને બહુમતી મળી છે. આ સાથે જેસિન્ડા બીજીવાર પીએમની ખુરશી પર બેસવા માટે તૈયાર છે.
વેલિંગટનઃ કોરોના વાયરસ વિરુદ્ધ દેશને જંગ જીતાડનાર ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ન (Jacinda Ardern)ને ભારે બહુમતી સાથે ચૂંટણીમાં પણ જીત હાસિલ કરી છે. આ ચૂંટણી પહેલા 19 સપ્ટેમ્બરે થવાની હતી, પરંતુ કોવિડ-19ની બીજી લહેરને કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. દેશના ઈતિહાસમાં આટલી વિશાળ જીત કોઈ પાર્ટીને પ્રથમવાર મળી છે અને આ સાથે જેસિન્ડા એકવાર ફરી દેશની કમાન સંભાળવા માટે તૈયાર છે.
50 વર્ષમાં સૌથી વધુ સમર્થન
આર્ડર્નની સેન્ટર-લેફ્ટ લેબર પાર્ટીને 87% મતમાંથી 48.9 ટકા મત મળ્યા છે. જેસિન્ડાએ જીત બાદ કહ્યું કે દેશે લેબર પાર્ટીને 50 વર્ષમાં સૌથી વધુ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશની સામે હજુ મુશ્કેલ સમય આવવાનો છે પરંતુ પાર્ટી દરેક દેશવાસી માટે કામ કરશે. મુખ્ય વિપક્ષી પાર્ટી નેશનલ પાર્ટીને માત્ર 27% મત મળ્યા જે 2002 બાદ તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે.
દુનિયાભરમાં ચર્ચામાં રહ્યા જેસિન્ડા
જેસિન્ડા પોતાના કાર્યકાળમાં ઘણા કારણોથી દુનિયાભરમાં ચર્ચામાં રહ્યાં અને બીજા દેશના નેતાઓને તેમની પાસેથી શીખવાની ચેતવણી આપવામાં આવતી રહી. ન્યૂઝીલેન્ડમાં તેમના કાર્યકાળમાં આતંકી હુમલાથી લઈને પ્રાકૃતિક આપદાઓએ કહેર મચાવ્યો અને આખરે કોરોના વાયરસની મહામારીનો પણ સામનો કરવો પડ્યો. આ બધાનો સફળતાપૂર્વક સામનો કરવા માટે જેસિન્ડાની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. ખાસ કરીને જ્યારે દુનિયાના મોટા-મોટા દેશ કોરોનાની મહામારી સામે હારી જતા હતા, ત્યારે દેશમાંથી તેને ગાયબ કરવો તેમની જીતનું એક મોટું કારણ જણાવવામાં આવી રહ્યું છે.
અમેરિકાએ રશિયાના આ પ્રસ્તાવને નકાર્યો, પરમાણુ હથિયારમાં વધારો કરશે યૂએસ!
એકતરફી બહુમત પ્રથમવાર
સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, પાછલી સંસદીય ચૂંટણી 23 સપ્ટેમ્બર 2017મા થઈ હતી. પાછલી 6 સપ્ટેમ્બરે સંસદને ભંગ કરી દેવામાં આવી, જેથી ચૂંટણી માટે સત્તાવાર રીતે રસ્તો ખુલી શકે. 1996મા મિક્સ્ડ મેમ્બર પ્રોપર્શનલ રિપ્રેઝેન્ટિવ (એમએમપી)ના રૂપમાં ઓળખાતી સંસદીય સિસ્ટમની શરૂઆત કરી હતી ત્યારથી અત્યાર સુધી કોઈ પાર્ટીને ન્યૂઝીલેન્ડમાં એકતરફી જીત મળી નથી.
ઓકલેન્ડ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર જેનિફર કર્ટિને બીબીસીને જણાવ્યુ કે, પૂર્વમાં પણ આવી પરિસ્થિતિઓ રહી, જ્યાં એક નેતાના બહુમત હાસિલ કરવાની સંપૂર્ણ સંભાવના હતી, પરંતુ તે ન થયું. તેમણે કહ્યું, જ્યારે જોન કી નેતા હતા, તો ઓપિનિયન પોલે તેમને 50 ટકા મત મળવાની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ આટલા મત ન મળ્યા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube