વેલિંગટન: ન્યૂઝિલેંડ (New Zealand) ની પીમ જેસિંડા અર્ડર્ન (Jacinda Ardern) ફરી એકવાર ચર્ચામાં છે. એક પત્રકાર પરિષદમાં તેમણે સેક્સને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો તો અચાનક તેમના ચહેરાનો રંગ બદલાઇ ગયો. તેમનો આ રિસ્પોન્સ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ અર્ડર્ને બોલાવી હતી પત્રકાર પરિષદ
જોકે ન્યૂઝિલેન્ડમાં જે પ્રકારે કોરોના વાયરસ (Coronavirus) ને પ્રભાવી રીતે રોકવા માટે પીએમ જેસિંહા અર્ડર્ન (Jacinda Ardern) એ પગલાં ભર્યા છે. તેની આખી દુનિયામાં ચર્ચા થઇ રહી છે. પોતાની આ ઉપલબ્ધિ પર વાત કરવા માટે પીએમએ એક પત્રકાર પરિષદ બોલાવી હતી. આ પત્રકાર પરિષદમાં પીએમ જેસિંડા અર્ડર્ન અને દેશની ચિકિત્સા મહાનિર્દેશક ડો. એશ્લે બ્લૂમફીલ્ડ પત્રકારોને દેશમાં કોરોનાનો સામનો કરવા માટે ભરવામાં પગલાં વિશે માહિતી આપી રહ્યા હતા. 

Surat: બિઝનેસમેને ગણેશજીની 600 કરોડની ડાયમંડની મૂર્તિ કરી સ્થાપિત, જાણો શું છે ખાસ


પત્રકારે અચાનક પૂછી લીધો આ સવાલ
તે પત્રકાર પરિષદમાં એક પત્રકારે પ્રશ્ન પૂછી લીધો કે ઓકલેન્ડ હોસ્પિટલમાં એક દર્દી અને તેમને મળવા આવેલા વ્યક્તિ વચ્ચે યૌન સંબંધ બાંધવાનો આરોપ લાગ્યો છે. શું દુનિયામાં કોરોનાની સ્થિતિ જોતાં તેને હાઇ-રિસ્ક ગતિવિધિ માનવામાં આવી શકે છે? આ પ્રશ્ન પર પીએમ જેસિંહા અર્ડર્ન (Jacinda Ardern) એકદમથી આશ્વર્યમાં મુકાઇ ગઇ અને તાત્કાલિક કંઇ બોલી ન શકી. તેમનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું. 

Salary વધવાની ખુશી થઇ જશે ગાયબ! આ નવા નિયમ બાદ તમારી સેલરી સ્લિપમાં થશે ફેરફાર


તબીબી મહાનિર્દેશક ડોક્ટર બ્લૂમફીલ્ડને વાતને સંભાળતા કહ્યું, 'મને લાગે છે કે આ એકદમ હાઇ-રિસ્ક ગતિવિધિઓ થઇ શકે છે. જોકે મને આ ઘટના વિશે અંદાજો નથી. ડોક્ટર બ્લૂફીલ્ડ બાદ પીએમ જેસિંહા અર્ડર્ન (Jacinda Ardern) એ પણ પત્રકારને જવાબ આપ્યો હતો. 


પીએમ જેસિંડાએ આપ્યો રસપ્રદ જવાબ
પીએમ જેસિંહા અર્ડર્ન (Jacinda Ardern) એ કહ્યું 'મને લાગે છે કે કોરોના (Coronavirus) ની સ્થિતિને જો નજરઅંદાજ કરવામાં આવે તો પણ એવી કોઇપણ ગતિવિધિ હોસ્પિટલના વિઝિટિંગ અવર્સમાં ન થવી જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube