નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના લીધે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. પરંતુ જે દેશમાં તેની શરૂઆત થઇ એટલે કે ચીન, તે તેમાંથી બહાર નિકળી ગયું છે. હવે આખું વિશ્વ ત્યાં સુધી કે સુપર પાવર અમેરિકા (America) પણ ચીન તરફ શંકાની નજરે જોઇ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ચીનને પહેલાં જ પરિણામ ભોગવાની ચેતાવણી આપી છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકોના દાવામાંથી એક નવો વિવાદ જન્મ્યો છે. જોકે ફ્રાંસના નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક લ્યૂક મોન્ટેગ્નિયરે કહ્યું કે કોરોના વાયરસ એક લેબમાંથી આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે SARS-CoV-2 વાયરસ એક લેબમાંથી આવ્યો ચે, અને આ એડ્સ વાયરસ માટે બનાવવામાં આવી રહેલી વેક્સીનના નિર્માણના પ્રયાસનું પરિણામ છે. એશિયા ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, એક ન્યૂઝ ચેનને આપેલા ઇન્ટવ્યુંમાં તેમણે કહ્યું કે ''વુહાન શહેરની પ્રયોગશાળાને 2000ના દાયકાની શરૂઆતથી જ કોરોના વાયરસ પર વિશેષજ્ઞતા પ્રાપ્ત છે, તે આ ક્ષેત્રમાં એક્સપર્ટ છે.'' 


ગત કેટલાક સમયથી આ વાત પર ચર્ચા થઇ રહી છે કે Covid -19 વાયરસ એક લેબમાંથી નિકળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત અઠવાડિયે ફોક્સ ન્યૂઝના રિપોર્ટમાં સ્વિકાર્યું હતું કે કોરોના વાયરસ ચીનના વુહાન ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કામ કરી રહેલા એક ઇંટર્ન દ્વારા ભૂલથી લીક થઇ ગયો હશે.  


ફોક્સ ન્યૂઝના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે જોકે વાયરસ ચામાચિડીયા વચ્ચે સ્વાભાવિક રૂપથી જોવા મળ્યો છે, અને આ કોઇ જૈવિક હથિયાર નથી. પરંતુ વુહાન પ્રયોગશાળામાં તેનું રિસર્ચ કરવામાં આવે રહ્યું હતું. 


ન્યૂઝ ચેનલે કહ્યું કે વાયરસનું પ્રારંભિક પ્રસાર ચામાચિડીયાથી મનુષ્યોમાં આવ્યો હતો, તેમણે એ પણ જણાવ્યું હતું કે 'પેંશેંટ જીરો' પ્રયોગશાળામાં જ કામ કરતો હતો. લેબનો આ કર્મચારી ભૂલ થી સંક્રમિત થઇ ગયો અને વુહાનની લેબથી બહાર સામાન્ય લોકો સંક્રમિત થઇ ગયા. 


પ્રોફેસર મોન્ટેગ્નિયરને તેમના સહયોગી પ્રોફેસર ફ્રાનકોઇસ બર્રે-સિનૌસી સાથે એડ્સના વાયરસની ઓળખ માટે મેડિસિનમાં 2008ના નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 


જોકે તેમના સહયોગી અને વૈજ્ઞાનિક કોરોના વાયરસ પર તેમના આ નવા દાવાની ટીકા કરી રહ્યા છે. જુઆન કાર્લોસ, ગૈલલ્ડને ટ્વિટ કર્યું, ''જો તમે જાણતા નથી તો જણાવી દઉ કે રસીના વિરોધી હોવા અને હોમિયોપેથીના તરફેણ કરવા બદલ ડો. મોન્ટૈગ્નિયર ગત કેટલાક વર્ષોથી ટીકાનો સામનો કરી રહ્યા છે. તે જે પણ કહે છે, તેમની વાતો પર વિશ્વાસ ન કરો. 


વોશિંગ્ટન પોસ્ટના તાજા રિપોર્ટ અનુસાર બે વર્ષ પહેલાં ચીનમાં અમેરિકી દૂતાવાસના અધિકારીઓએ ચીની સરકરના વુહાન ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી, જ્યાં ઘાતક વાયરસ અને સંક્રમક રોગોનું રિસર્ચ કરવામાં આવે છે, હું પર્યાપ્ત જૈવ સુરક્ષા ન હોવાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. 


જોકે આ સંસ્થા વુહાનના વેટ માર્કેટની ખૂબ નજીક આવેલ છે અને ચીનની પહેલી જૈવ સુરક્ષા સ્તર IV વાળી લેબ છે, પરંતુ અમેરિકી વિદેશ વિભાગે 2018માં ચેતાવણી આપી હતી કે આ લેબને સુરક્ષિત રીતે ચલાવવા માટે ત્યાં પર્યાપ્ત રીતે ટ્રેનિંગ ટેક્નિશિયન અને તપાસકર્તાની ઉણપ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર