વોશિંગટનઃ અમેરિકી સેનાના નેવી સીલ કમાન્ડોએ આફ્રિકી દેશ નાઇઝરમાં પોતાના એક નાગરિકને છોડાવવા માટે સીક્રેટ ઓપરેશનને અંજામ આપ્યો છે. આ મિશનમાં કમાન્ડો ટીમે ન માત્ર અમેરિકી નાગરિકને સુરક્ષિત રૂપથી બહાર કાઢ્યો, પરંતુ છ અપહરણકર્તાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અમેરિકી સેનાના આ મિશનની પ્રશંસા વિશ્વમાં થઈ રહી છે. ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સીક્રેટ ઓપરેશનની સફળતા પર યૂએસ સ્પેશિયલ ફોર્સને શુભેચ્છા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાઇજરથી અપહરણ કરી નાઇજીરિયા લઈ ગયા હતા અપહરણકર્તા
રિપોર્ટ અનુસાર 27 વર્ષના અમેરિકી નાગરિક ફિલિપ વાલ્ટનનું મંગળવારની સવારે દક્ષિણી નાઇજરના માસલાટામાં તેના ખેતરમાંથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અપહરણ કરનારા એકે-47 જેવા ઘાતક હથિયારોથી લેસ હતા. અપહરણ બાદ તે અમેરિકી નાગરિકને નાઇઝરથી નાઇજીરિયા લઈ ગયા હતા. બાદમાં તેને છોડવા માટે અપહરણકર્તાઓએ ફિલિપના પિતા પાસે 1 મિલિયન ડોલરનની માગ કરી હતી. ત્યારબાદ અમેરિકી નાગરિકના પિતાએ સેના પાસે સહાયતા માગી હતી. 


US Election: આ રીતે ચૂંટાય છે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ, જાણો ચૂંટણી પ્રક્રિયા


ફોન ટ્રેક કરી મળી અપહરણકર્તાની જાણકારી
અમેરિકી રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, અપહરણકર્તાઓનો ફોન ટ્રેક કર્યા બાદ નાઇજીરિયામાં તેના લોકેશનની જાણકારી મળી હતી. ત્યારબાદ શનિવારની સવારે સીલ ટીમ-6ના એલીડ કમાન્ડો યૂનિટે સફળ ઓપરેશનને અંજામ આપ્યો હતો. આ ઓપરેશનમાં છ અપહરણકર્તા માર્યા ગયા, જ્યારે ફિલિપને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યો હતો. ફિલિપે જણાવ્યુ કે, અપહરણકર્તા જ્યાં સુધી તે સમજે કે શું થયું છે, ત્યાં સુધી માર્યા  ગયા હતા. 


ટ્રમ્પે લીધી આ મિશનની ક્રેડિટ
ચૂંટણી માહોલમાં આ સફળ સૈન્ય ઓપરેશન બાદ ક્રેડિટ લેવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ ઓપરેશન તેમના નિર્દેશ પર કરવામાં આવ્યું અને ફિલિપ વાલ્ટનને તેના અપહરણના 96 કલાકની અંદર બચાવી લેવામાં આવ્યો. તેમણે કહ્યુ કે, વિદેશમાં કેદ કરવામાં આવેલી અમેરિકીઓની સ્વતંત્રતાને સુરક્ષિત રાખવી મારા તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube