Twitter Ban: ટ્વિટરની હરકતોથી હવે આ દેશમાં બબાલ, સરકારે લગાવી દીધો પ્રતિબંધ
નાઇજીરીયાની સરકારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનો દાવો છે કે ટ્વિટર બેવડા માપદંડ અપનાવી રહ્યું છે.
અબૂજાઃ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ટ્વિટરની સ્વજાહેર નીતિઓ વિરુદ્ધ બબાલ મચી છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના એકાઉન્ટને અનવેરિફાઇડ કર્યા બાદ યૂટર્ન લેનાર ટ્વિટર પર નાઇજીરીયાએ મોટી કાર્યવાહી કરી છે. નાઇજીરીયાએ પોતાના દેશમાં ટ્વિટરના ઉપયોગ પર અનિશ્ચિતકાળ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જાણવા મળી રહ્યું છે કે થોડા દિવસ પહેલા ટ્વિટરે નાઇજીરીયાના રાષ્ટ્રપતિ મોહમ્મદુ બુખારીના એક ટ્વીટને પોતાના નિયમોની વિરુદ્ધ માનતા ડિલીટ કરી દીધુ હતું.
કોર્પોરેટ અસ્તિત્વને ખતરો પહોંચાડવાનો દાવો
નાઇજીરીયા સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે ટ્વિટરનો ઉપયોગ તેના દેશના કોર્પોરેટના અસ્તિત્વને ખતરો પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. પરંતુ સરકારી નિવેદનમાં ક્યાય રાષ્ટ્રપતિના ટ્વીટને ડિલીટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો ટ્વિટરે આ જાહેરાતને ચિંતાજનક ગણાવી છે. નાઇજીરીયન સરકારનો દાવો છે કે ટ્વિટર બેવડા માપદંડ અપનાવી રહી છે. તેમાં તે જણાવવામાં આવ્યું નથી કે આખરે ટ્વિટરને કારણે નાઇજીરીયાના કોર્પોરેટ કઈ રીતે પ્રભાવિત થઈ રહ્યું હતું.
આ પણ વાંચોઃ રશિયાના રાષ્ટ્રપતિ બોલ્યા- પીએમ મોદી અને જિનપિંગ સરહદ વિવાદ ઉકેલવામાં સક્ષમ
રાષ્ટ્રપતિના ટ્વીટને કર્યુ હતું ડિલીટ
હકીકતમાં થોડા દિવસ પહેલા નાઇજીરીયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુખારીએ એક ટ્વીટમાં ગૃહયુદ્ધનો ઉલ્લેખ કરતા પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યુ હતું. તેમણે લખ્યું હતું કે- જે આજે ખરાબ વર્તન કરી રહ્યાં છે, તેને તેની ભાષામાં સમજાવવા જોઈએ, જે તે સમજે છે. આ ટ્વીટને 1 જૂને ટ્વિટરે ગાઇડલાઇનનું ઉલ્લંઘન ગણાવી હટાવી લીધુ હતું. ત્યારબાદ સરકાર અને ટ્વિટર વચ્ચે તણાવ શરૂ થયો હતો.
ભારતમાં પણ ચાલી રહી છે બબાલ
ભારતમાં ટ્વિટર પર તે આરોપ લાગી રહ્યો છે કે તે અહીંના કાયદાને માનવાનો ઇનકાર કરી રહી છે. ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ડિજિટલ પ્લેટફોર્મ માટે નવા દિશાનિર્દેશોનું પાલન કરવાનું કહ્યું હતું. તે હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપે નવા આઈટી નિયમોનું પાલન કરવું પડશે. સાથે સોશિયલ મીડિયા કંપનીઓએ મુખ્ય પાલન અધિકારી, નોડલ કર્મચારી અને નિવાસી ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી પડશે. ત્યારબાદ ઘણી કંપનીઓએ આ નિયમનો સ્વીકાર કર્યો પરંતુ ટ્વિટરે તેને લઈને ઇનકાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube