ન બાયોડેટા, ન ઇન્ટરવ્યૂ... કોઈ પણ તપાસ વગર મળશે આ વિદેશી કંપનીમાં નોકરી
જ્યાં એક બાજુ વિદેશમાં નોકરી માટે લોકોએ ઠેરઠેર ઠોકરો ખાવી પડે છે. અનેક પ્રકારની તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે ત્યાં ન્યૂયોર્કની એક કંપની એવી પણ છે જે હાયરિંગની પ્રક્રિયા માટે ટ્રેડમાર્ક બની ગઈ છે.
ન્યૂયોર્ક: જ્યાં એક બાજુ વિદેશમાં નોકરી માટે લોકોએ ઠેરઠેર ઠોકરો ખાવી પડે છે. અનેક પ્રકારની તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે ત્યાં ન્યૂયોર્કની એક કંપની એવી પણ છે જે હાયરિંગની પ્રક્રિયા માટે ટ્રેડમાર્ક બની ગઈ છે. વાત જાણે એમ છે કે ન્યૂયોર્કના યોંકર્સમાં આવેલી ગ્રેસ્ટોન બેકરીમાં નોકરી માટે લોકોએ ન તો મહીના પહેલા રિઝ્યુમ આપવો પડે કે ન તો કોઈ ઇન્ટરવ્યૂ કે તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. આ બેકરીના માલિક માઈક બ્રેડીનું કહેવું છે કે 'અમે કંપનીમાં એવા લોકોને તક આપીએ છીએ જેમને ક્યાંય બ્રેક મળતો નથી. આમ કરવાથી તેઓ મન દઈને કામ કરે છે. જેનાથી કંપનીને પણ ફાયદો થાય છે.'
150 કરોડ કંપનીની રેવન્યૂ
150 કરોડ રૂપિયાની વાર્ષિક રેવન્યુવાળી આ કંપની એવા લોકોને તક આપવા માટે મશહૂર છે જેમને ક્યાંય કામ ન મળતું હોય. જેમણે રંગભેદના શિકાર થવું પડ્યું હોય. અત્રે જણાવવાનું કે બહારના દેશોમાં અનેક લોકોએ રંગભેદના કારણે નોકરી માટે ખુબ સંઘર્ષ કરવો પડતો હોય છે. કંપનીના સીઈઓ બ્રેડીનું કહેવું છે કે 'જેમને પણ નોકરી જોઈતી હોય તેઓ આવે, અને લિસ્ટમાં પોતાનું નામ, કોન્ટેક્ટ નંબર અને ઈમેઈલ આઈડી નોંધાવી દે. જ્યારે પણ નોકરીની તક હશે ત્યારે કંપની પોતે જ ઉમેદવારને ફોન કરી લેશે.'
ઇન્ટરવ્યૂ દરમિયાન લાગે છે 9થી 10 કલાકનો સમય
વાત જાણે એમ છે કે અમેરિકામાં નોકરી માટે લોકોએ અનેકવાર ફોન સ્ક્રીનિંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. ત્યારબાદ નક્કી કરવામાં આવે છે કે ઉમેદવારને ઇન્ટરવ્યૂની તક મળશે કે નહીં. ઇન્ટરવ્યૂ દરમિયાન પણ ઉમેદવારોને 9-10 કલાકનો સમય લાગે છે. ઇન્ટરવ્યૂમાં અનેકવાર એવા પણ સવાલ પૂછવામાં આવે છે જેને કામ સાથે કોઈ લેવાદેવા હોતા નથી. આવામાં અનેકવાર ઉમેદવારને આપત્તિ વ્યક્ત કરવા પર નોકરી પણ અપાતી નથી.
એક કર્મચારીના હાયરિંગ પર લાગે છે 3થી 4 લાખ
ગ્રેસ્ટોન બેકરીમાં 85 ટકા કર્મચારીઓ એવા છે કે જેમને ઓપન હાયરિંગ પ્રક્રિયા દ્વારા પસંદ કરાયા છે. કર્મચારીઓની પસંદગી બાદ તેમને 9 થી 10 મહિના ટ્રેનિંગ અપાય છે. જેમાં તેમને મશીન ચલાવવાનું, પેકેજિંગ, મિક્સિંગ જેવા કામો શિખવાડવામાં આવે છે. કર્મચારીઓ કંપનીમાં વધારે દિવસ રહે તો તેમનું પ્રમોશન પણ થાય છે. એક રિપોર્ટ મુજબ અમેરિકામાં એક કર્મચારીના હાયરિંગ પર લગભગ 3થી 4 લાખ રૂપિયા ખર્ચ થતા હોય છે. જ્યારે આ ગ્રેસ્ટોન બેકરીના કર્મચારીઓને આવી કોઈ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂરીયાત હોતી નથી.