જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સ્પષ્ટ કરી દીધુ કે કોરોના (Corona Virus)ના વધતા મામલાને જોતા પહેલા જેવી સ્થિતિમાં પરત ફરવુ હાલ સંભવ થશે નહીં. સીધા શબ્દોમાં કહીએ તો કોરોનાની પહેલા વાળી જિંદગી નજીકના ભવિષ્યમાં મુશ્કેલ છે અને ન્યૂ નોર્મલમાં જીવવુ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WHO પ્રમુખ ટેડ્રોસ એડહોમ ઘેબિયસ  (Tedros Adhanom Ghebreyesus)એ સોમવારે ચેતવણી આપતા કહ્યુ કે, કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેથી હાલ પહેલા જેવી સ્થિતિમાં પરત આવવું સંભવ નથી. જો મહામારીને રોકવાના ઉપાયોની અનદેખી કરવામાં આવી તો, હાલત વધુ ખરાબ થઈ જશે. વર્ચુઅલ બ્રીફિંગ દરમિયાન WHOના ડાયરેક્ટર જનરલે કહ્યુ, ઘણા દેશો ખોટી દિશામાં આગળ વધી રહ્યાં છે અને વાયરસ લોકોનો સૌથી મોટો દુશ્મન બનેલો છે. જો મૂળ વાતોનું પાલન ન કરવામાં આવે તો સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વિશ્વભરમાં કોરોના વાયરસના લગભગ 1 કરોડ 32 લાખ મામલા સામે આવ્યા છે. 


Fact-check: શું ખરેખર રશિયાએ કોરોના વેક્સિન તૈયાર કરી નાખી છે?


શિયાળામાં ભય વધશે
ઘણા નિષ્ણાંતોનું કહેવું છે કે વિશ્વના ઘણા દેશ મહામારીની બીજી લહેરનો સામનો કરી રહી છે. ખાસ કરીને બ્રિટને શિયાળા દરમિયાન COVID-19ની બીજી ઘાતક લહેરનો સામનો કરવો પડી શકે છે. કારણ કે વાયરસ શિયાળામાં ઝડપથી ફેલાઇ તેવી આશંકા છે. Worldometer અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધી  13,236,252  લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે 575,540ના મૃત્યુ થયા છે. આ દરમિયાન  7,691,451 લોકો રિકવર પણ થયા છે. 


આ છે ટોપ 3 પ્રભાવિત દેશ
દેશપ્રમાણે જોઈએ તો સંયુક્ત રાજ્ય અમિરાકે સૌથી વુધુ કોરોના પ્રભાવિત દેશ છે. અહીં અત્યાર સુધી 3,479,483 કેસ સામે આવ્યા છે અને 138,247 મૃત્યુ થયા છે. બીજા નંબર પર બ્રાઝિલ છે, અહીં 1,887,959 લોકો સંક્રમિત થયા છે અને 72,921 લોકોના મૃત્યુ થયા છે. તો ભારત ત્રીજા નંબર પર આવી ગયું છે. અહીં કોરોનાના 907,645 કેસ સામે આવ્યા છે અને 23,727 લોકોના મૃત્યુ થયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube