ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીની શોધ કરી રહેલા બચાવ દળને દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે. અકસ્માતમાં કોઈ પણ જીવિત હોય તેની સંભાવના નથી. તુર્કીની સમાચાર એજન્સી અનાદોલુએ ઈરાની સરકારી ટીવીના હવાલે આ જાણકારી આપી છે. દુર્ઘટનાસ્થળની જે પહેલી તસવીર સામે આવી છે તેમાં હેલિકોપ્ટરની સ્થિતિ ઠીક લાગતી નથી. હેલિકોપ્ટરનું જે સ્થળે હાર્ડ લેન્ડિંગ થયુ છે તે પહાડી વિસ્તાર છે. ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર રવિવારે પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તે અઝરબૈજાનની સરહદે એક બંધનું ઉદ્ધાટન કરીને પાછા ફરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ રઈસી સાથે હેલિકોપ્ટરમાં તેમના સહયોગી વિદેશ મંત્રી હોસૈન અમીર અબ્દુલ્લાહિયાન પણ સવાર હતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube