નવી દિલ્હીઃ મેડિસિન અને ફિઝિક્સ બાદ હવે કેમિસ્ટ્રીના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. ફિઝિક્સની જેમ કેમેન્ટ્રીનું નોબેલ પણ ત્રણ લોકોને આપવામાં આવશે. જેમાં ફ્રાંસેસ એચ. એરનોલ્ડ, જોર્જ પી સ્મિથ અને સર ગ્રેગ્રોરી પી વિન્ટરનું નામ સામેલ છે. તેમાંથી અડધો ભાગ ફ્રાંસેસ એચ. અરનોલ્ડને અને અડધા ભાગમાંથી જોર્જ પી સ્મિથ અને સર ગ્રેગ્રોરી પી વિન્ટરને સન્માનિત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે આ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ પહેલા ફિઝિક્સ માટે આર્થર અશનિક અને ગેર્રાડ મૌરાઉ અને દોન્ના સ્ટ્રિકલેન્ડના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પુરસ્કારનો અડધો ભાગ આર્થર અશકિન જ્યારે અડધા ભાગમાંથી ગેર્રાડ મૌરોઉ અને દોન્ના સ્ટ્રિકલેન્ડને સન્માનિત કરવામાં આવ્યા છે. તો મેડિસિનનું નોબેલ પુરસ્કાર જેમ્સ પી એલિસન અને તાસુકુ હોંજોને સંયુક્ત રૂપથી આપવામાં આવશે. આ બંન્ને વ્યક્તિઓએ નેગેટિવ ઇમ્યૂન રેગ્યૂલેશનના ઇનહિબિશનના માધ્યમથી કેન્સરને થેરેપીની શોધ માટે આ પુરસ્કાર મેળવ્યો છે. 


આ વખતે સાહિત્યનું નોબેલ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા 70 વર્ષમાં પ્રથમવાર છે કે સાહિત્યનું નોબેલ આપવામાં આવશે નહીં. મેડિસિનમાં નોબેલ મેળવનાર ઉમેદવારોને લગભગ 10.1 લાખ અમેરિકી ડોલર મળશે. એલીસન અને હોન્જોને 10 ડિસેમ્બરે સ્ટોકહોમમાં એક ઔપચારિક સમારોહમાં આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે. 


દેશ વિદેશના વધુ સમાચાર, જાણવા કરો ક્લિક