પેરિસ: એક બાજુ જ્યાં કોરોના મહામારીના ખાતમા માટે રસીકરણની ઝડપ વધારવાની વાતો થઈ રહી છે ત્યાં બીજી બાજુ ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર લ્યૂક મોન્ટેગ્નિયર(Luc Montagnier) એ એક ચોંકાવનારો દાવો કર્યો છે. મોન્ટેગ્નિયરનું કહેવું છે કે કોરોના રસી વાયરસને રોકવાની જગ્યાએ તેને વધુ મજબૂત કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોનાના નવા નવા વેરિએન્ટ ઉત્પન્ન થવાનું કારણ રસીકરણ જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ ખતરનાક થયા વેરિએન્ટ્સ
એક ઈન્ટરવ્યુમાં લ્યૂક મોન્ટેગ્નિયરે કહ્યું કે મહામારી વૈજ્ઞાનિકોને રસી સંબંધિત તથ્યો અંગે ખબર છે પરંતુ તેઓ ચૂપ છે. આ ઈન્ટરવ્યુનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક સવાલના જવાબમાં નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસરે કહ્યું કે 'રસી વાયરસને રોકતી નથી. પરંતુ તે તેનાથી વિપરિત કામ કરે છે એટલે કે વાયરસને શક્તિશાળી બનાવે છે. રસીકરણના કારણે કોરોનાન નવા વેરિએન્ટ મૂળ વેરિએન્ટની સરખામણીએ વધુ નુકસાન પહોંચાડી શકે છે.'


ચોંકાવનારો દાવો: Covaxin કે Covishield? આ રસીનો પહેલો ડોઝ છે 'શક્તિશાળી', બનાવે છે વધુ એન્ટીબોડી


આ પ્રકારે કામ કરે છે રસી
રસીકરણ શરૂ થયા બાદથી જાન્યુઆરીથી નવા કેસ અને મોતના આંકડા ઝડપથી વધી રહ્યા છે આ અંગે તમારો શો અભિપ્રાય છે? આ સવાલના જવાબમાં મોન્ટેગ્નિયરે કહ્યું કે 'આ એક એવી વૈજ્ઞાનિક, મેડિકલ ભૂલ છે જેને સ્વીકારી શકાય નહીં. તેને ઈતિહાસમાં નોંધવામાં આવશે કારણ કે રસીકરણ જ નવા વેરિએન્ટ ઉત્પન્ન કરી રહ્યું છે.' પોતાની વાતને સમજાવતા તેમણે કહ્યું કે રસી એન્ટીબોડી બનાવે છે. જે  વાઈરસને કોઈ બીજો રસ્તો શોધવા કે મરવા માટે વિવશ કરે છે. જેને પગલે નવા વેરિએન્ટ ઉત્પન્ન થાય છે. 


Corona પર ચોંકાવનારી વાત સામે આવી, સંક્રમિત વ્યક્તિની છીંકથી આટલા મીટર દૂર જઈ શકે વાયરસ


દરેક દેશમાં એક જેવા હાલ
મોન્ટેગ્નિયરે વધુમાં કહ્યું કે તમે જોઈ શકો છો કે દરેક દેશમાં એક જેવી સ્થિતિ છે. રસીકરણનો ગ્રાફ મોતના ગ્રાફ સાથે ચાલી રહ્યો છે. હું નજીકથી તેનું અનુસરણ કરી રહ્યો છું અને રસી લગાવ્યા બાદ સંક્રમિત થયા છે તેવા દર્દીઓ સાથે પ્રયોગ કરી રહ્યો છું. તેનાથી જાણવા મળે છે કે તે એક એવો વેરિએન્ટ બનાવી રહ્યા છે જેના પર કોરોના રસી ઓછી પ્રભાવી છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાને એન્ટીબોડી-ડિપેન્ડેન્ટ ઈનહેસમેન્ટ (Antibody Dependent Enhancement (ADE) કહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube