ચોંકાવનારો દાવો: Covaxin કે Covishield? આ રસીનો પહેલો ડોઝ છે 'શક્તિશાળી', બનાવે છે વધુ એન્ટીબોડી

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને મહામારી વિરુદ્ધ રસીકરણને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. દેશભરમાં હાલ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવેક્સીન અને કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે. જો કે આ બધા વચ્ચે સતત એવી ચર્ચા થઈ રહી છે કે તેમાંથી કઈ રસી વધુ કારગર છે. હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડીજી ડો.બલરામ ભાર્ગવે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. 
ચોંકાવનારો દાવો: Covaxin કે Covishield? આ રસીનો પહેલો ડોઝ છે 'શક્તિશાળી', બનાવે છે વધુ એન્ટીબોડી

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને મહામારી વિરુદ્ધ રસીકરણને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. દેશભરમાં હાલ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવેક્સીન અને કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે. જો કે આ બધા વચ્ચે સતત એવી ચર્ચા થઈ રહી છે કે તેમાંથી કઈ રસી વધુ કારગર છે. હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડીજી ડો.બલરામ ભાર્ગવે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. 

આ રસી બનાવે છે વધુ એન્ટીબોડી
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના પ્રમુખ ડો.બલરામ ભાર્ગવે કોવેક્સીન અને કોવિશીલ્ડ દ્વારા  બનનારી એન્ટીબોડી અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 'કોવિશીલ્ડ રસીનો પહેલો ડોઝ લીધા બાદ કોવેક્સીનના પહેલા ડોઝની સરખામણીમાં વધુ એન્ટીબોડી બને છે.'

કોવેક્સીનના બંને ડોઝ લીધા બાદ બને છે એન્ટીબોડી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આઈસીએમઆર ચીફ ડો.બલરામ ભાર્ગવે કહ્યું કે "નવા સ્ટડીમાં સામે આવ્યું છે કે કોવેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ વધુ એન્ટીબોડી બનતી નથી પરંતુ બીજો ડોઝ લીધા બાદ પૂરતી એન્ટીબોડી બને છે. જ્યારે કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધા બાદથી જ તેનાથી સારી એન્ટીબોડી બની જાય છે."

કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચેનું અંતર વધારવામાં આવ્યું
કોવિશીલ્ડના  બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને હવે 12-18 અઠવાડિયાનું કરવામાં આવ્યું છે. કારણ કે પહેલા ડોઝમાં મજબૂત એન્ટીબોડી વિક્સીત થાય છે. જ્યારે કોવેક્સીન લગાવવા માટે ચાર અઠવાડિયાનું અંતર બદલવામાં આવ્યું નથી. કોવિશીલ્ડ માટે 3 મહિનાના અંતરને જરૂરી કરવાના સરકારના નિર્ણય વિશે જણાવતા ડો.બલરામ ભાર્ગવે કહ્યું કે પહેલા શોટ બાદ પ્રતિરક્ષા વધુ મજબૂત જોવા મળી અને 3 મહિનાનું અંતર સારા પરિણામ આપશે. 

કોવિડના નવા કેસમાં આવ્યો ઘટાડો
તાજા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,59,591 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 2,60,31,991 પર પહોંચી ગઈ છે. જો કે એક દિવસમાં 3,57,295 દર્દીઓ રિકવર પણ થયા છે. દેશમાં કુલ 2,27,12,735 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 30,27,925 દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 19,18,79,503 લોકોને રસી આપવામાં આપવામાં આવી છે. 

કોરોનાથી થનારા મોતની સંખ્યા ફરી વધી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona)  વાયરસથી 4209 દર્દીઓના મોત થયા છે. આ અગાઉ ગુરુવારે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાં 3874 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. જ્યારે 19મી મેના રોજ દેશભરમાં 4529 લોકોના મોત થયા હતા. જે મહામારીની શરૂઆતથી સૌથી વધુ સંખ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 2,91,331 પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news