ઉત્તર કોરિયાઃ તાનાશાહ કિમ જોંગ ઉનને ત્રણ બાળકો, દુનિયા માટે રહસ્ય
ઉત્તર કોરિયા (North Korea)ના સૈન્ય તાનાશાહ કિમ જોંગ ઉન ( Kim Jong Un) આ દિવસોમાં ગંભીર રૂપથી બીમાર થઈ ગયા છે. ઘણઆ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિમ જોંગ ઉન બ્રેન ડેડ થઈ ગયા છે. ઉત્તર કોરિયાની જેમ કિમનું અંગત જીવન પણ ખુબ રહસ્યમય છે.
સોલઃ વિશ્વના સૌથી રહસ્યમય દેશોમાં સામેલ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન આ દિવસોમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. ઉત્તર કોરિયાની જેમ તેમનું અંગત જીવન પણ ઓછી રહસ્યમયી નથી. કિમ જોંગની જિંદગી સાથે જોડાયેલા એવા ઘણા પાસાં છે જેનાથી વિશ્વ હજુ અજાણ છે અથવા ખુબ ઓછી જાણકારી છે. કિમ જોંગ ઉનની પત્ની અને તેના ત્રણ બાળકો છે પરંતુ તેણે પોતાના પરિવારને વિશ્વની નજરથી દૂર રાખ્યો છે.
માહિતી પ્રમાણે કિમ જોંગ ઉનની પત્નીનું નામ રી સોલ જૂ છે. વર્ષ 2012માં ઉત્તર કોરિયાના મીડિયાએ જણાવ્યું હતું કે તાનાશાહ કિમ જોંગ ઉનના લગ્ન થયા છે. વિશ્લેષકો પ્રમાણે વર્ષ 2008માં કિમ જોંગ ઉને પિતાને હાર્ટ એકેક આવતા ઉતાવળમાં વર્ષ 2009માં લગ્ન કરી લીધા હતા. વર્ષ 2010માં કિમ જોંગ દંપતિને પ્રથમ બાળક થયું હતું. તાનાશાહ કિમના હાલ ત્રણ બાળકો છે પરંતુ તેના વિશે વિશ્વને ખુબ ઓછી જાણકારી છે.
અમેરિકી બાસ્કેટબોલ ખેલાડીએ કર્યો હતો મોટો દાવો
કિમ જોંગના પરિવાર વિશે સૌથી વિશ્વસનીય જાણકારી સાઉથ કોરિયાના ગુપ્ત અધિકારીઓ પાસે છે. એટલું જ નહીં દક્ષિણ કોરિયાના સાંસદોએ પણ પોતાના સૂત્રોથી તે પુષ્ટિ કરી હતી કે કિમ જોંગ ઉનને ત્રણ બાળકો છે. અમેરિકાના પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી ડેનિસ રોડમેને વર્ષ 2013માં પોતાની ઉત્તર કોરિયા યાત્રા બાદ દાવો કર્યો હતો કે તેમણે કિમ જોંગ ઉનની પુત્રીને પોતાના ખોળામાં લીધી હતી.
જીવન અને મોતની વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન
પુત્ર સગીર, બહેન સંભાળી શકે છે કમાન
વિશ્લેષકોનું માનવું છે કે કિંમ જોંગ ઉનના ખરાબ સ્વાસ્થ્યને જોતા તેની નાની બહેન કિમ યો જોંગ પોતાના ભત્રીજાને શાસક જાહેર કરીને પડદાની પાછળ સત્તા સંભાળી શકે છે. કિમનો પુત્ર હાલ 10 વર્ષનો છે. તેવામાં કિમ યો જોંગની ભૂમિકા ખુબ મહત્વની છે. જાણવા મળી રહ્યું છે કે કિમ જોંગ ઉનને કાર્ડિયોવસ્કલર (cardiovascular)ની સમસ્યાને કારણે તેની સારવાર ચાલી રહી છે. અમેરિકી ટીવી ચેનલ સીએનએનના રિપોર્ટ પ્રમાણે કિમ જોંગની સર્જરી કરવામાં આવી પરંતુ ત્યારબાદ તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube