ઉ.કોરિયાએ જાપાન તરફ છોડી બેલિસ્ટિક મિસાઈલ, તાબડતોબ બોલાવી ઈમરજન્સી બેઠક
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રતિબંધ છતાં ઉત્તર કોરિયા પોતાના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમોને આગળ વધારવામાં લાગ્યું છે.
સિયોલ: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રતિબંધ છતાં ઉત્તર કોરિયા પોતાના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમોને આગળ વધારવામાં લાગ્યું છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ (JCS) નો હવાલો આપતા કહેવાયું છે કે ઉત્તર કોરિયાએ જાપાનના સાગરમાં એક બેલિસ્ટિક મિસાઈલ છોડી છે.
તાબડતોબ મિસાઈલ ટેસ્ટ કરી રહ્યું છે ઉત્તર કોરિયા
અમારી સહયોગી વેબસાઈટ WION માં છપાયેલા એક રિપોર્ટ મુજબ આ અગાઉ પણ દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ જાપાનના સાગરમાં એક અજાણી મિસાઈલ લોન્ચ કરી પરંતુ તે સંલગ્ન વધુ જાણકારી સામે આવી શકી નહતી. અત્રે જણાવવાનું કે ઉત્તર કોરિયા છેલ્લા કેટલાક સમયથી તાબડતોબ મિસાઈલ ટેસ્ટ કરી રહ્યું છે. જો કે સંયુક્ત રાષ્ટ્ર ઉત્તર કોરિયા પર બેલિસ્ટિક મિસાઈલ અને પરમાણુ હથિયારોના પરીક્ષણ માટે પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.
જાપાની કોસ્ટ ગાર્ડે બહાર પાડી ચેતવણી
જાપાનની સરકાર એવું માનીને ચાલી રહી છે કે ઉત્તર કોરિયા તરફથી છોડાયેલી મિસાઈલ એક બેલિસ્ટિક મિસાઈલ હોઈ શકે છે. હવે જોખમને જોતા જાપાની તટરક્ષક દળ(Coast Gaurd) એ સંભવિત ટેસ્ટ માટે જહાજોને ચેતવણી ઉચ્ચારી છે. જાપાની તટરક્ષક દળે સમુદ્રી સુરક્ષા સંલગ્ન ચેતવણી બહાર પાડી છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે મિસાઈલ કયા નિશાનાને ધ્યાનમાં રાખીને છોડાઈ હતી. બીજી બાજુ હાલમાં જ જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદાએ જાપાનના રક્ષા બજેટને વધારીને સુરક્ષા ક્ષમતાને વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવાની વાત કરી હતી.
Vladimir Putin સામે જાહેરમાં જ આ ફીમેલ એંકરે કરી એવી હરકતો...સમગ્ર દેશમાં હોબાળો મચ્યો
દક્ષિણ કોરિયાએ બોલાવી બેઠક
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે મિસાઈલ લોન્ચ પર ચર્ચા માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકનું આયોજન કર્યું છે. અત્રે જણાવવાનું કે એક મહિનાની શાંતિ બાદ ઉત્તર કોરિયાએ પોતાના પરમાણુ પરીક્ષણ ફરીથી શરૂ કરી દીધા છે.
ઉત્તર કોરિયા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના વિશેષ દૂત સુંગ કિમ આવનારા દિવસોમાં સિયોલમાં અમેરિકી સહયોગીઓ સાથે બેઠક કરીને ઉત્તર કોરિયા સાથે વાતચીત ફરીથી શરૂ કરવાની સંભાવનાઓ પર ચર્ચા કરશે.
અત્રે જણાવવાનું કે વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે પરમાણુ વાર્તા બે વર્ષથી વધુ સમયથી અટકેલી છે. ઉત્તર કોરિયાએ શરત વગર વાતચીત શરૂ કરવા માટે બાઈડેન પ્રશાસનના પ્રસ્તાવોને માનવાની ના પાડી દીધી છે. ઉત્તર કોરિયા તરફથી કહેવાયું છે કે અમેરિકાએ પહેલા પોતાની શત્રુતાવાળી નીતિ છોડવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube