North Koreaએ ક્રૂરતાની હદો પાર કરી, દક્ષિણ કોરિયાના અધિકારીને ગોળી મારી સળગાવી દીધો
North Korea Burns South Korean: દક્ષિણ અને ઉત્તર કોરિયાની સમુદ્રી સરહદ પર એક ક્રૂર ઘટના સામે આવી છે. દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના પર તેના એક અધિકારીની હત્યાનો આરોપ લગાવ્યો અને ઉત્તર કોરિયાને દોષીતોને સજા આપવાની અપીલ કરી છે.
સિયોલઃ દક્ષિણ અને ઉત્તર કોરિયાની સમુદ્રી સરહદ પર એક ક્રૂર ઘટના સામે આવી છે. દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના પર તેના એક અધિકારીની હત્યાનો આરોપ લગાવ્યો અને ઉત્તર કોરિયાને દોષીતોને સજા આપવાની અપીલ કરી છે. અંતર-કોરિયાઈ સમુદ્રી સરહદમાં ગેરકાયદેસર રૂપથી માછલી પકડવાની ઘટનાઓ પર નજર રાખવા માટે તૈનાત દક્ષિણ કોરિયા હોડીમાંથી એક સરકારી અધિકારી લાપતા થઈ ગયો હતો.
દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, લાપતા અધિકારી મંગળવારે બપોરે ઉત્તર કોરિયાના કિનારા પર હતો. અધિકારી ત્યાં કઈ રીતે પહોંચ્યો તેની પણ માહિતી મળી નથી. રક્ષામંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, અમે વિભિન્ન ગુપ્ત જાણકારીઓના આધાર પર તે પરિણામ પર પહોંચ્યા છીએ કે આ ઉત્તર કોરિયાની 'નૃશંસ હરકત' છે. તેમણે જણાવ્યું કે, ઉત્તર કોરિયાના સૈનિકોએ અધિકારીને પહેલા ગોળી મારી, પછી તેમના મૃતદેહને તેલ નાખીને સળગાવી દીધો હતો.
રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, દક્ષિણ કોરિયા તેની નિંદા કરે છે. ઉત્તર કોરિયા તરફથી અત્યાર સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. મહત્વનું છે કે ઉત્તર કોરિયાએ પોતાની સરહદ પર તૈનાતી વધારી દીધી છે અને માનવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે તેણે જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો.
Corona ની દહેશત: આ દેશે ભારતથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી
ઉત્તર કોરિયામાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ ખુબ ખરાબટ
અમેરિકા અને પશ્ચિમી દેશોના આકરા પ્રતિબંધોને કારણે ઉત્તર કોરિયામાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ ખુબ ખરાબ છે. તેવામાં કિમ જોંગ ઉનને ડર લાગી રહ્યો છે કે જો તેના દેશમાં કોરોના વાયરસ ફેલાય તો તેને રોકવો મુશ્કેલ થઈ જશે. ઉત્તર કોરિયાએ જાન્યુઆરીમાં જ કોરોનાના ડરથી ચીન સાથે લાગતી પોતાની સરહદોને સીલ કરી દીધી હતી. તો જુલાઈમાં ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાને કારણે કટોકટીની જાહેરાત કરવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube