પ્યોંગયાંગઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પૂર્વ પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને લઈને મોટો ખુલાસો કર્યો છે. સારાએ જણાવ્યું કે, સિંગાપુરમાં ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત દરમિયાન ઉત્તર કોરિયાના તાનાશાહે મારી સામે આંખ મારી હતી. ટ્રમ્પનો આ સિંગાપુર પ્રવાસ ઐતિહાસિક હતો અને તેમણે પ્રથમવાર કિમ જોંગ ઉનની આમને-સામને મુલાકાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારાએ પોતાના પુસ્તક 'સ્પીકિંગ ફોર માઇસેલ્ફ'માં આ દાવો કર્યો છે. સારાએ લખ્યું, 'અમે પ્રથમવાર સીધી આંખ મિલાવી અને કિમે પણ ઇશારો કર્યો. ત્યારબાદ એવું લાગ્યું કે ઉત્તર કોરિયાના તાનાશાહે આંખ મારી. હું સ્તબ્ધ રહી ગઈ અને ઝડપથી નીચે જોવા લાગી અને પોતાની નોટ્સ લેવા લાગી.' તેણે કહ્યું કે, હું બસ તે વિચારતી રહી કે શું થયું? ચોક્કસપણે કિમ જોંગ ઉને માત્ર મને જોઈ નહતી. 


આ ઘટના તે સમયે થઈ જ્યારે ટ્રમ્પ અને કિમ જોંગ ઉન ખેલ ખાસ કરીને મહિલા સ્પોર્ટસ પર ચર્ચા કરી રહ્યાં હતા. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે સારાની મજાક રી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે, તે સમજે છે કે ઉત્તર કોરિયાઈ તાનાશાહ તેને લઈ જવા ઈચ્છે છે. કિમ જોંગનું તમારા પર દિલ આવી ગયું હતું. તેણે આમ કર્યું. સારા તું નોર્થ કોરિયા જઈ રહી છે. તારા પતિ અને બાળકો તને મિસ કરશે. તું અમેરિકાની હીરો બની જઈશ.


ચીનનો ચારેતરફ વિરોધ, હવે આ દેશે આપ્યો ઝટકો, ટાળ્યો સબમરીનનો સોદો


આ દરમિયાન ટ્રમ્પ અને તેનો ચીફ ઓફ સ્ટાફ ખુબ હસ્યો હતો. ટ્રમ્પની આ મજાક પર સારાએ જવાબ આપ્યો, સર પ્લીઝ બંધ કરો આ બધુ. મહત્વનું છે કે આ પ્રવાસ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉને પરમાણુ હથિયાર છોડવાની વાત કરી હતી. ત્યારબાદ બંન્ને નેતા વિયતનામ અને દક્ષિણ કોરિયાની સરહદ પર મળ્યા હતા. ઉત્તર કોરિયાએ પોતાના પરમાણુ હથિયાર થોડવાની ના પાડી દીધી ત્યારબાદ આ વાર્તા નિષ્ફળ સાબિત થઈ હતી. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube