બીજિંગ : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન (36 વર્ષ)ની તબિયત મુદ્દે બે અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. શનિવારે મોડી રાત્રો હોંગકોંગની એક ચેનલે પોતાનાં અહેવાલમાં કિમ જોંગ ઉનનાં મોતની વાત કરી હતી. બીજી તરફ દક્ષિણ કોરિયાની એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, હાર્ટ સર્જરી બાદ કિમ સ્વસ્થય છે અને રિઝોર્ટમાં ફરી રહ્યા છે. બીજી તરફ ચીને પણ કિમના સ્વાસ્થય મુદ્દે આંતરરાષ્ટ્રીય મીડિયામાં અનેક પ્રકારની ચાલી રહેલી અટકળો વચ્ચે ડોક્ટરની એક ટીમ ઉત્તર કોરિયા મોકલી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનની મેડિકલ ટીમનાં એક સભ્યએ જાપાનનાં મેગેઝીનને જણાવ્યું કે, કિમ જોંગ થોડા મહિનાઓથી હાર્ટની પરેશાની છે અને ગત્ત દિવસોમાં ચક્કરનાં કારણે પડી ગયા હતા. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. તેની એક સર્જરી પણ થઇ ચુકી છે. હવે હાર્ટમા સ્ટેંટ નાખવાની જરૂર પડી શકે છે. બીજી તરફ દક્ષિણ  કોરિયા અને ચીનનાં અધિકારીઓનાં સરમુખત્યાર રિકવર થવાનાં રિપોર્ટને નકાર્યા છે. તેમણે કહ્યું હતું કે, સર્જરી બાદ કિમનો જીવ ખતરામાં છે. જો કે થોડા દિવસો પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ ઉન બિમાર હોવાના બિમાર હોવાના દાવાઓને જ નકાર્યા હતા. 


બીજિંગ સંચાલિત હોંગકોંગનાં એચકેએસટીવી ચેનલનાં રિપોર્ટ અનુસાર કિમ જોંગ ઉનના મોત થઇ ચુક્યા છે. બીજી તરફ ઇન્ટરનેશલ બિઝનેસ ટાઇમ્સનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીની મેસેન્જિંગ એપ વિબો પર કિમનાં મોતના સમાચાર પોસ્ટ વાઇરલ થઇ રહ્યા છે. એક અન્ય રિપોર્ટમાં બીજિંગના સુત્રોએ કહ્યું કે, કિમના હાર્ટમાં સ્ટેંટ નાખવા દરમિયાન ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું. કારણ કે એક સર્જનનાં હાથ ધ્રુજી રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube