પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને જે અટકળો થઈ રહી હતી તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. શુક્રવારે કિમ જોંગ જાહેરમાં જોવા મળ્યા હોવાના રિપોર્ટ્સ છે. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે કિમ 20 દિવસ બાદ જોવા મળ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)ના જણાવ્યાં મુજબ કિમ જોંગ ઉને સુનચિઓનમાં એક ફર્ટિલાઈઝર ફેક્ટરી તૈયાર થવાના અવસરે આયોજિત એક સમારોહમાં ભાગ લીધો હતો. આ જગ્યા રાજધાની પ્યોંગયાંગ નજીક છે. આ દરમિયાન કિમની બહેન કિમ યો જોંગ પણ ત્યાં હાજર રહી હતી. જો કે આ સમારોહની તસવીરો હજુ જાહેર થઈ નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube