Nostradamus most important predictions about 2022: ફ્રાન્સમાં જન્મેલા નોસ્ત્રાડેમસની 465 વર્ષ જૂની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને સ્તબ્ધ કરી રહી છે. નોસ્ત્રાડેમસે સદીઓ પહેલા લેસ પ્રોફેટીસ નામના પુસ્તકમાં દુનિયા વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. આ બુકની પહેલી એડિશન 1555માં આવી હતી. પુસ્તકમાં કુલ 6338 ભવિષ્યવાણીઓ છે જેમાંથી 70 ટકા સાચી પડી છે. તેમની ભવિષ્યવાણીઓ કઈંક છંદમાં લખાયેલી છે, જેને 'ક્વોટ્રેન' કહે છે. નવું વર્ષ આવવાનું છે આવામાં વર્ષ 2022 માટે નોસ્ત્રાડેમસે શું કહેલું છે તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022માં શું છૂપાયેલું છે?
ફ્રેન્ચ ફિલોસોફર નોસ્ત્રાડેમસે ભવિષ્યવાણીમાં એ પણ જણાવ્યું છે કે દુનિયા ક્યારે, ક્યા અને કેવી નાટકીય રીતે ખતમ થઈ જશે. તેમની અનેક ભવિષ્યવાણીઓ જેમ કે હિટલરની તાકાતમાં વધારો, ફ્રેન્ચ ક્રાંતિ, દ્વિતિય વિશ્વયુદ્ધ, 11 સપ્ટેમ્બરનો આતંકી હુમલો અને પરમાણુ બોમ્બના વિકાસની વાત એકદમ સાચી ઠરી. તેમણે કોરોના મહામારીની શરૂઆતની ભવિષ્યવાણી પણ કરી હતી. વાર્ષિક રાશિફળ મુજબ તેમની 70 ટકાથી વધુ ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં પૂરી થઈ ચૂકી છે. ફ્રાન્સના મહાન જ્યોતિષનું મોત 2 જુલાઈ 1566માં થયું હતું. પરંતુ તેમની ભવિષ્યવાણીઓએ તેમના નામને હજુ જીવિત રાખ્યા છે. નોસ્ત્રાડેમસના ફોલોઅર્સ મુજબ તેમણે 2022ને એક ખરાબ વર્ષ બતાવ્યું છે. આ દરમિયાન દુનિયામાં શું થઈ શકે છે અને કેવી રીતે બચાવ કરી શકાય તે જાણીએ. 


કિમ જોંગ ઉનના મોતની ભવિષ્યવાણી
નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણીઓના અનુવાદક અને દુભાષિયાના જણાવ્યાં મુજબ નોસ્ત્રાડેમસે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના મોતની ભવિષ્યવાણી કરી છે. સેન્ચુરિયા IV ના 14માં ક્વોટ્રેનમાં તેમણે લખ્યું છે કે એક શક્તિશાળી વ્યક્તિના અચાનક મોતથી બદલાવ આવશે. તેનાથી રાજ્યમાં નવો ચહેરો ઉભરીને આવી શકે છે. નોસ્ત્રાડેમસની થીયરી પર ભરોસો કરનારાનું અનુમાન છે કે નાટકીય રીતે જે મોટા નેતાના વજન ઘટવા અને તેના સ્વાસ્થ્ય અંગે સતત અફવાઓનો દોર ચાલ્યો તે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન છે. આ વર્ષ ઓક્ટોબરમાં એક મિસાઈલ પ્રદર્શન બાદ તેઓ જોવા મળ્યા થી. જે છેલ્લા 7 વર્ષની સૌથી લાંબી ગેરહાજરી હતી. કિમની તસવીર 15 નવેમ્બરે સામે આવી તો તેમાં તેમના સ્વાસ્થ્ય અંગે જે અટકળો ચાલુ હતી તેને બળ મળી ગયું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube