ફ્રાન્સના ભવિષ્યવક્તા માઈકલ દિ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ દર વર્ષે તેમના પુસ્તક લેસ પ્રોફેટિઝમાંથી બહાર કાઢવામાં આવતી હોય છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ખુબ ચોંકાવનારી હોય છે. ઘણીવાર તે સાચી પણ પડી છે. આ જ કારણ છે કે દર વર્ષે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ચર્ચામાં રહે છે. નાસ્ત્રેદમસે એક એવી ભવિષ્યવાણી કરી હતી જે જાણીને તમે ચોંકી જશો. તેમના પુસ્તકમાં મુસ્લિમ સમાજના અંત વિશે મોટો દાવો કરાયો છે. જાણો ઈસ્લામ ધર્મ પર તેમણે શું ભવિષ્યવાણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું મુસ્લિમ જ એકબીજાના દુશ્મન  બનશે?
મીડિયા રિપોર્ટ મુજબ નાસ્ત્રેદમસે કરેલી ભવિષ્યવાણી મુજબ ઈસ્લામ ધર્મમાં માનનારા લોકો એકબીજાના દુશ્મન બનશે. તેમણે કહ્યું હતું કે એક સમય એવો આવશે કે જ્યારે મુસ્લિમસમાજના લોકો જ  અંદરોઅંદર લડી મરશે. અત્રે જણાવવાનું કે હાલ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા મુસ્લિમ બહુમતીવાળા દેશોની સ્થિતિ કઈક એવી જ જોવા મળી રહી છે. 


ઈસ્લામ ધર્મનો અંત આવશે?
નાસ્ત્રેદમસે કહ્યું હતું કે મુસ્લિમ સમાજના લોકો સમગ્ર દુનિયામાં પોતાની એવી છબી બનાવી લેશે કે કોઈ પણ દેશ તેમની મદદ કરવા માટે તૈયાર થશે નહીં. શરણ આપવાની ના પાડી દેશે. યુરોપીયન દેશોમાં ઈસ્લામિક ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવાના પ્રયત્નો ચાલુ છે, જો આમ ચાલતું રહ્યું તો ઈસ્લામ ધર્મનું અસ્તિત્વ જોખમાઈ શકે કે શું? નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીએ પણ લોકોમાં ખળભળાટ મચાવી દીધો છે. 


2024 વિશે શું કહે છે ભવિષ્યવાણી
નાસ્ત્રેદમસનું કહેવું છે કે ધરતી વધુ ગરમ થશે. ચારેબાજુ પાણી જ પાણી જોવા મળશે. અહીં નાસ્ત્રેદમસે જળવાયુ પરિવર્તનની વાત કરી છે. તેમના જણાવ્યાં મુજબ ધરતી વધુ સૂકાશે અને પૂર તબાહી લઈને આવશે. તોફાન,  ભૂકંપ, કે અન્ય કુદરતી આફતોની સંભાવનાઓથી સતર્ક રહેવાની જરૂર છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક છે, નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ અહીં સત્તા પરિવર્તન થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની કોઈ જ પુષ્ટિ કરતું નથી.)