નવી દિલ્હી : આતંકવાદ સાથે જોડાયેલ પાકિસ્તાનની રાજનીતિ પણ સતત ઉચાટવાળી જ રહી છે. પાકિસ્તાનના અત્યાર સુધીના ઇતિહાસમાં એક પણ વડાપ્રધાને પોતાનો કાર્યકાળ પુરો કર્યો નથી. નવાજ શરીફ ચાર વખત પીએમ બન્યા છે પરંતુ તેઓ પણ કાર્યકાળ પુરો કરી શક્યા નથી. જ્યારે એક વડાપ્રધાન તો એવા છે કે જે માત્ર ચાર દિવસ માટે જ પીએમ બન્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંગ્રજોથી આઝાદ થયેલ હિન્દુસ્તાનથી છુટા થઇ બનેલા પાકિસ્તાનનું રાજકારણ ગંદુ રહ્યું છે. ભ્રષ્ટાચાર અને આતંકવાદથી ખદબદતા પાકિસ્તાનમાં કોઇ વડાપ્રધાને અત્યાર સુધી પોતાનો કાર્યકાળ શાંતિથી પૂર્ણ કર્યો નથી. 1947થી લઇને 2018 સુધી કુલ 30 વડાપ્રધાન આવ્યા છે. જે પૈકી નવાજ શરીફ અને બેનઝીર ભુટ્ટો જ એવા છે કે જે એક કરતાં વધુ વખત ચૂંટાયા છે. જેમાં નવાજ શરીફ ચાર વખત તો બેનઝીર ભુટ્ટો બે વખત વડાપ્રધાન બન્યા છે. પરંતુ આ બંને પણ પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યા નથી. 


એક ટર્મમાં સૌથી વધુ લાંબો સમય વડાપ્રધાન તરીકે યુસુફ રજા ગિલાની રહ્યા હતા. તેઓ 50 મહિના 25 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે સૌથી ઓછા દિવસ માટે અયૂબખાન વડાપ્રધાન બન્યા હતા. તેઓ માત્ર ચાર દિવસ માટે જ પીએમ બન્યા હતા. 



પાકિસ્તાન 30 PM, પણ કોઇએ કાર્યકાળ પૂરો ન કર્યો
વડાપ્રધાન વર્ષ કાર્યકાળ
લિયાકત અલી ખાન 1947 50 મહિના 2 દિવસ
ખ્વાજા નજીમુદ્દીન 1951 24 મહિના
મોહમ્મદ અલી બોગરા 1953 27 મહિના
ચૌધરી મોહમ્મદ અલી 1955 13 મહિના
હુસેન શહીદ સુહરાવર્દી 1956 13 મહિના
ઇબ્રાહીમ ઇસ્માઇલ ચુંદરીગર 1957 2 મહિના
ફિરોઝખાન નૂન 1957 9 મહિના
અયૂબખાન 1958 4 દિવસ
નૂરુલ અમીન 1971 13 દિવસ
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો 1973 46 મહિના
મોોહમ્મદખાન ઝુનેજો 1985 38 મહિના
બેનજીર ભુટ્ટો 1988 20 મહિના
ગુલાબ મુસ્તૂફા 1990 3 મહિના
નવાબ શરીફ 1990 29 મહિના
બલખ શેર મઝારી 1993 1 મહિનો
નવાાજ શરીફ 1993 1 મહિનો
મોયૂદ્દીન અહમદ 1993 3 મહિના
બેનજીીર ભુટ્ટો 1993 36 મહિના
મલિક મિરાજ 1996 3 મહિના
નવાજ શરીફ 1997 31 મહિના
જફરૂલ્લાહ ખાન જમાલી 2002 19 મહિના
ચૌધરી શુજાતહુસેન 2004 1 મહિનો
શૌકત અઝીઝ 2004 38 મહિના
મોહમ્મ્મદ મીયા સુમ્રો 2007 4 મહિના
યુસુફ રજા ગિલાની 2008 50 મહિના 25 દિવસ
રઝા પરવેઝ 2012 9 મહિના
મીર હજાર ખાન 2013 2 મહિના
નવાજ શરીફ 2013 49 મહિના
શાહીદ ખાકાન અબ્બાસી 2017 9 મહિના
નસીર ઉલ મુલ્ક 2018 1 મહિનો

કેમ કોઇએ કાર્યકાળ પૂર્ણ ન કર્યો?
ભારત સાથેની દેખીતી ઇર્ષા અને આતંકવાદને પોષતા પાકિસ્તાનની રાજનીતિ ખુદ આતંકવાદની ચૂંગાલમાં ફસાઇ છે. રાજકીય નેતાગીરી આતંકવાદની ચપેટમાં આવી ચૂકી છે. ભારતને નીચું પાડવાની લ્હાયમાં આઇએસઆઇને જન્મ આપનાર પાકિસ્તાન પર આજે આઇએસઆઇનું વર્ચસ્વ વધી ગયું છે. લશ્કર અને આઇએસઆઇનું આધિપત્ય રાજકીય નેતાગીરી પર વધી ગયું છે. જેને કારણે નેતાગીરી રબર સ્ટેમ્પ જેવી બની છે.


પાકિસ્તાન ચૂંટણી પરિણામ : LIVE


નવાજના વળતા પાણી, ઇમરાન ખાન આગળ
પાકિસ્તાનમાં ચાલી રહેલી ચૂંટણીમાં મતગણતરીના આંકડા સામે આવી રહ્યા છે. જેમાં નવાજ શરીફ, ઇમરાન ખાન અને આતંકી હાફિઝ સામે ટક્કરનો જંગ ખેલાયો હતો. જોકે પરિણામના આંકડા જોતાં આતંકી હાફિઝને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે ચાર વખત વડાપ્રધાન બનનાર નવાજ શરીફના વળતા પાણી દેખાય છે. તો ઇમરાન ખાનની પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે.