કેનબરા: અમેરિકા (America)ની એક બાયોટેક્નોલોજી કંપનીએ ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના ચેપની દવામાં મનુષ્યો પર પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે આ મહામારીની દવા આ વર્ષે જ આવી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાયોટેક્નોલોજી કંપની નોવાવેક્સ (Novavax)ના પ્રમુખ રિસર્ચર ડો.ગ્રિગોરી ગ્લેને જણાવ્યું કે કંપનીએ પહેલા તબક્કાનું પરીક્ષણ શરૂ કરી દીધુ છે. જેમાં મેલબર્ન અને બ્રિસ્બન જેવા શહેરોમાં 131 સ્વયંસેવકો પર દવાનું પરીક્ષણ કરાશે. 


WHOએ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ પર રોક લગાવી તેમાં ચીનનો હાથ?, આ દેશે કહ્યું-અમે તો વાપરીશું


ગ્લેને નોવાવેક્સના મેરીલેન્ડ સ્થિત હેડક્વાર્ટરથી ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'અમે દવા અને રસીને એક સાથે એમ વિચારને નિર્માણ કરી રહ્યા છીએ કે અમે દેખાડી શકીશુ કે તે કારગર છે અને વર્ષના અંત સુધીમાં તે લોકો માટે ઉપલબ્ધ કરાવી શકીશું.'


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube