વોશિંગટનઃ વેક્સિન નિર્માતા Novavax એ સોમવારે કહ્યું કે, તેની વેક્સિન કોવિડ-19 વિરૂદ્ધ વધુ અસરકારક છે અને તે વાયરસના બધા સ્વરૂપો વિરૂદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે. આ વાત અમેરિકા અને મેક્સિકોમાં કરવામાં આવેલા મોટા અને અંતિમ તબક્કાની ટ્રાયલમાં સામે આવી છે. કંપનીએ કહ્યું કે, વેક્સિન કુલ મળીને આશરે 90 ટકા અસરકારક છે અને શરૂઆતી આંકડા જણાવે છે કે તે સુરક્ષિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં કોવિડ-19 વિરોધી રસીની માંગમાં ઘટાડો થયો છે, પરંતુ વિશ્વભરમાં હજુ વધુ રસીની માંગ યથાવત છે. Novavax રસીને રાખવી અને લઈ જવી સરળ છે. જેથી આશા કરવામાં આવી રહી છે કે તે વિકાસશીલ દેશોમાં રસીની આપૂર્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. 


કંપનીએ કહ્યું કે, તેમની યોજના સપ્ટેમ્બરના અંત સુધી અમેરિકા, યૂરોપ અને અન્ય જગ્યાઓ પર રસીના ઉપયોગની મંજૂરી લેવાની છે અને ત્યાં સુધી તે દર મહિને 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં સક્ષમ હશે. 


આ પણ વાંચોઃ કોરોના કહેર વચ્ચે 'વિચિત્ર' વાયરસની એન્ટ્રી, ઘરમાં બેઠા-બેઠા કરી શકે છે સંક્રમિત? 


આ દેશોમાં સૌથી પહેલા ડિલિવરી
Novavax ના મુખ્ય કાર્યપાલક સ્ટેનલી એર્કે કહ્યુ- અમારા શરૂઆતી ઘણા ડોઝ નિમ્ન અને મધ્ય આવકવાળા દેશોમાં જશે. 'ઓવર વર્લ્ડ ઇન ડેટા' પ્રમાણે અમેરિકાની અડધીથી વધુ વસ્તીને કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચુક્યો છે જ્યારે વિકાસશીલ દેશોમાં એક ટકાથી ઓછા લોકોએ એક ડોઝ લીધો છે. 


ગંભીર બીમારી નહીં
Novavax ના અભ્યાસમાં અમેરિકા અને મેક્સિકોના 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના 30 હજાર લોકો સામેલ હતા. તેમાંથી અડધા કરતા વધુ લોકોના બે સપ્તાહના અંતર પર રસીના બે ડોઝ આપવામાં આવ્યા, જ્યારે બાકીને બિનઅસરકારક (ડમી) રસી આપવામાં આવી. કોવિડ-19ના 77 મામલા આવ્યા, જેમાંથી 14 તે સમૂહમાંથી હતા જેને રસી આપવામાં આવી હતી, જ્યારે બાકી મામલા તેમાંથી હતા જેને બિનઅસરકારક (ડમી) રસી આપવામાં આવી હતી. રસી લગાવનાર સમૂહમાં કોઈને બીમારીની મધ્યમ કે ગંભીર અસર થઈ નહીં. 


બ્લડ ક્લોટની સમસ્યા નહીં
રસી વાયરસના અનેક સ્વરૂપો પર અસરકારક રહી જેમાં બ્રિટનમાં સામે આવેલ સ્વરૂપ પણ સામેલ છે જે અમેરિકામાં વધુ ફેલાયું છે. સાથે આ રસી ઉચ્ચ ખતરાવાળા સમૂહ પર પણ અસરકારક રહી, જેમાં વૃદ્ધો અને સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરતા લોકો સામેલ છે. એર્કે કહ્યુ કે, તેની આડઅસર સામાન્ય હતી અને ઇન્જેક્શન લાગનારી જગ્યાએ દુખાવો થયો. બ્લડ ક્લોટ કે દિલની સમસ્યાની જાણકારી મળી નથી. 


આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન જઈ ISIS આતંકી બની ગઈ 24 પાકિસ્તાની મહિલાઓ, ISI ના નવા ષડયંત્રનો ખુલાસો


Novavax એ પરિણામ અખબારી યાદીમાં જણાવ્યા છે અને તેની યોજના તેને ચિકિત્સા જર્નલમાં પ્રકાશિત કરવાની છે જ્યાં સ્વતંત્ર નિષ્ણાંતો તેની તપાસ કરશે. કોવિડ-19 રસી શરીરને કોરોના વાયરસ ઓળખવામાં, ખાસ કરીને તેને ઢાંકનાર સ્પાઇક પ્રોટીનની ઓળખ કરવા માટે શિક્ષિત કરે છે અને શરીરને વાયરસ સામે લડવા માટે તૈયાર કરે છે. 


Novavax પ્રયોગશાળામાં બનાવેલી તે પ્રોટીનની કોપીથી તૈયાર કરવામાં આવી છે અને તે મોટા પાયા પર ઉપયોગ થી રહેલી અન્ય રસી કરતા અલગ છે. નોવૈક્સ રસીને ફ્રિઝના માનક તાપમાન પર રાખી શકાય છે અને તે વિતરણ કરવામાં સરળ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube