Exclusive: અફઘાનિસ્તાન જઈ ISIS આતંકી બની ગઈ 24 પાકિસ્તાની મહિલાઓ, ISI ના નવા ષડયંત્રનો ખુલાસો

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અફઘાનિસ્તાનમાં તાલિબાન, જૈશ એ મોહમ્મદ અને ISIS ના આતંકીઓની મદદથી મોટા આતંકી હુમલાને અંજામ આપવામાં લાગી છે. અફઘાનિસ્તાનના અનેક હુમલામાં ISI સામેલ હોવાના પુરાવા અગાઉ પણ મળી ચૂક્યા છે. 

Updated By: Jun 14, 2021, 03:23 PM IST
Exclusive: અફઘાનિસ્તાન જઈ ISIS આતંકી બની ગઈ 24 પાકિસ્તાની મહિલાઓ, ISI ના નવા ષડયંત્રનો ખુલાસો
સાંકેતિક તસવીર

નવી દિલ્હી: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અફઘાનિસ્તાનમાં તાલિબાન, જૈશ એ મોહમ્મદ અને ISIS ના આતંકીઓની મદદથી મોટા આતંકી હુમલાને અંજામ આપવામાં લાગી છે. અફઘાનિસ્તાનના અનેક હુમલામાં ISI સામેલ હોવાના પુરાવા અગાઉ પણ મળી ચૂક્યા છે. 

આ બધા વચ્ચે તાજા અને ધમાકેદાર ખુલાસાની વાત કરીએ તો ISI ની મદદથી પાકિસ્તાનથી અફઘાનિસ્તાનમાં જઈને ISIS ની આંતકી બનેલી 24 મહિલા આતંકીઓની યાદી ઝી ન્યૂઝ પાસે છે. જે અફઘાનિસ્તાનના કાબુલની જેલમાં કેદ છે. આ મહિલાઓ અંગે અફઘાનિસ્તાનની એજન્સીઓનું કહેવું છે કે આ તમામ આતંકી હુમલામાં સામેલ મળી આવી છે. 

ISI કેમ્પમાં 'ટેરર ફેમિલી પ્લાનિંગ
આ મામલે જોડાયેલા જાણકારોના જણાવ્યાં મુજબ પાકિસ્તાન-અફઘાનસ સરહદ પર અફઘાનિસ્તારનના વિસ્તારમાં ISI તાલિબાની, જૈશ અને ISIS આતંકીઓના અનેક ટેરર કેમ્પ  બનાવવામાં આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં આતંકી હુમલાની ટ્રેનિંગ આપવામાં આવે છે અને અહીંથી ટ્રેનિંગ મેળવી ચૂકેલા આતંકીઓ અફઘાનિસ્તાનમાં  હુમલા કરે છે. 

કેટલાક આતંકીઓને હુમલા માટે ભારતના કાશ્મીરમાં પણ મોકલવામાં આવે છે. જેમને ભારતીય સુરક્ષાદળો પર હુમલો કરવાનું કહેવાય છે. જેમાંથી અનેક આતંકીઓ પરિવાર સહિત એટલે કે સંપૂર્ણ પરિવાર સાથે આવીને ટેરર કેમ્પોમાં સામેલ થાય છે. 

ટાર્ગેટ નક્કી કરવાથી લઈને અંજામ આપવા સુધીમાં ISI ની ભૂમિકા
અફઘાનિસ્તાન મામલે નજર રાખનારાઓના જણાવ્યાં મુજબ અફઘાનિસ્તાન સુરક્ષા દળોની કાર્યવાહીમાં પકડાયેલા કેટલાક પાકિસ્તાની મૂળના ISIS આતંકીઓએ ખુલાસો કર્યો છે કે ક્યારે અને ક્યાં હુમલો કરવાનો છે તેવા તેમને ISI તરફથી નિર્દેશ અપાય. તેમનો એવો પણ દાવો છે કે ISI જ તેમને હથિયાર ઉપલબ્ધ કરાવે છે. 

પાકિસ્તાનને બ્લેક લિસ્ટેડ થવાનો ડર
ઝી મીડિયાને મળેલી જાણકારી મુજબ જે 24 મહિલાઓ પર ISIS માં સામેલ થઈને આતંકી ષડયંત્રમાં સામેલ થવાનો આરોપ છે તેઓ અફઘાનિસ્તાનની જેલમાં કેદ છે. ત્યાં તેમને 46 બાળકો પણ છે. પાકિસ્તાનને ડર છે કે જો Financial Action Task Force (FATF) ની બેઠક પહેલા આ કેસમાં ISI ના સામેલ થવાની વાત દુનિયા સામે આવશે તો મોટી સમસ્યા ઊભી થશે. પાકિસ્તાનને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી શકે છે. 

Shocking! દારૂ ઢીંચવા માટે બાળકોને એકલા મૂકીને જતી રહી માતા, 11 માસના બાળકનું ભૂખ-તરસથી મોત

15 દિવસ પહેલા મળ્યા પુરાવા
અફઘાનિસ્તાનમાં હાજર પાકિસ્તાન એમ્બેસીની એક ટીમ ચોરી છૂપે આ વર્ષે 30 મેના રોજ કાબુલ જેલની મુલાકાત લઈને આ ISIS સંલગ્ન મહિલાઓને મળ્યા હતા. તેમના રિપોર્ટ મુજબ અફઘાન જેલમાં હાલ પાકિસ્તાની મૂળની કુલ 30 મહિલાઓ અને તેમના 60 બાળકો કેદ છે. 

આ મહિલા આતંકીઓના પરિવારનો સરકાર પર તેમને દેશમાં પાછા લાવવાનું દબાણ વધી રહ્યું છે. આથી પાકિસ્તાન સરકારે અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના દૂતાવાસના અધિકારીઓને કહ્યું કે તેમના નામ અને સરનામાની જાણકારી ભેગી કરી જેથી કરીને વેરિફિકેશન બાદ તેમની વાપસીની પ્રક્રિયા શરૂ કરાવી શકાય. 

ઈઝરાયેલમાં 'નેતન્યાહૂ યુગ'નો અંત, Naftali Bennett એ સંભાળી દેશની કમાન

જેલમાં બંધ મહિલાઓની એક્સક્લુઝિવ યાદી
જે 24 પાકિસ્તાની મહિલાઓ કાબુલ જેલમાં કેદ છે તેમના નામ સામે આવ્યા છે, તે આ પ્રમાણે છે.

1. ફાતિમા જિયા-લાહોર
2. આતિકા-કરાચી
3 સિદરા- લાહોર
4 હસીના- ક્વેટા
5- રદ્દા- નરોવલ
6 હજેરા-ખૈબર
7- તૈયબા- Orakzai
8- ખદીજા- દીર, KPK
9- જૈનાબ- દીર, KPK
10- રવાજા- Orakzai
11- શાહિદા- Orakzai
12- હાયધ- Orakzai
13- શકીલા- KPK
14- મરિયમ- KPK
15- અમ્માના રઝાક- જલાલપુર
16 હજીરા- Orakzai
17- શહેનાઝ- Orakzai
18- એખતીરા- Orakzai
19- અદીબા- જલાલપુર
20- આયેશા- Orakzai
21-ગુલાબ- Orakzai
22- જમીના- Orakzai
23- હિફ્સા- લાહોર
24- જમાનખિલા- Orakzai

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube