ટોક્યો: જાણિતિ ટેક ફર્મ Google જલદી જ આગામે ફ્લેગશિપ ફોન Pixel 6 લોન્ચ કરશે. Pixel 6 ના ફોટા પહેલાં જ સામે આવી ચૂક્યા છે. પરંતુ શું તમને ખબર છે કે હવે કંપની Google ઓરિજનલ ચિપ્સ પણ વેચી રહી છે? જોકે ગૂગલે પહેલીવાર સ્માર્ટફોન ચિપસેટ રજૂ કર્યો છે. તેનું નામ ટેંસર છે અને હવે Pixel 6 સીરીઝમાં આ ચિપસેટ જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ ચિપ્સનું મામલો?
જોકે ચિપ અને ચિપ્સમાં ખૂબ ફરક છે. પરંતુ સાંભળવામાં બંને જ શબ્દ એક જેવા લાગે છે. કંપની આ વાતનો ફાયદો ઉઠાવવાની તૈયારીમાં છે. ગૂગલના Pixel 6 સીરીઝમાં નવી ચિપસેટ જ આવવાની છે અને કંપનીએ પોતાની આ નવી ચિપસેટનો પ્રચાર કર્યો છે. એટલા માટે Pixel 6 ને વધુમાં વધુ પોપ્યુલર બનાવવાના ચક્કરમાં ગૂગલ આ ટ્રિક અપનાવી રહી છે. તમને જણાવી દઇએ કે જાપાનમાં કંપનીએ Pixel 6 ના પ્રચાર માટે ગૂગલ ઓરિજનલ ચિપ્સ રજૂ કરી છે. આ પોટેટો ચિપ્સ છે જેના દ્વારા કંપનીએ પોતાના ટેંસર ચિપસેટને હાઇલાઇટ કરી છે. 

3000 રૂપિયા સુધી મોંઘી થઇ જશે Hero ની બાઇક અને સ્કૂટર, આ દિવસથી લાગૂ થશે નવા ભાવ


પ્રચારની છે ટેક્નિક
ગૂગલના ઓરિજનલ ચિપ્સના પેકેટને Pixel 6 સીરીઝના કલર જેવું રાખવામાં આવ્યું છે. રિયલ પેનલ બિલકુલ એવો જ કલર ડિઝાઇનમાં જોવા મળશે. ગૂગલે પાંચ કલર ઓપ્શન સાથે ચિપ્સના પેકેટ તૈયાર કર્યા છે. કંપનીએ 10,000 ચિપ્સ બેગ્સ બનાવી છે. જોકે આ ભારતમાં ઉપલબ્ધ નથી, કારણ કે ભારતમાં ગૂગલ પોતાના લેટેસ્ટ પિક્સલ પણ લોન્ચ કરતી નથી. 


કસ્ટમર્સ સુધી પહોંચવા માટે અપનાવી રહી છે આવી ટ્રિક્સ
આ ચિપ્સના પેકેટ નીચે ગૂગલ સોલ્ટી ફ્લેવર લખેલું છે. તેનાથી ઠીક નીચે Google Pixel કમિંગ સૂન પણ લખ્યું છે અને તે લાઇનથી કંપની પોતાના ફોનનો પ્રચાર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે જાપાનમાં ગૂગલે લોકોને એ પણ ઓપ્શન આપ્યો છે કે ગૂગલના ચિપ્સના પેકેટને કસ્ટમાઇઝ કરી શકે. એટલે કે ચિપ્સના પેકેટની સાઇડમાં લોકો પોતાનું ના પણ પ્રિંટ કરાવી શકે છે. 


ગૂગલ આપશે એપ્પલને ટક્કર?
Pixel 6 સીરીઝમાં આપવામાં આવતા ટેંસર ચિપસેટની વાત કરીએ તો આ વખતે ગૂગલ આ ચિપસેટ દ્વારા એપલને ટક્કર આપવાની તૈયારીમાં છે. આમ એટલા માટે કારણ કે એપલ પોતાના આઇફોનમાં પહેલાં જ પોતાની ચિપસેટ આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube