નવી દિલ્હી: રશિયાના વડાપ્રધાન મિખાઈલ મુશુસ્તિન (Mikhail Mishustin) પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારબાદથી તેઓ અસ્થાયી રીતે પોતાના પદ પરથી હટી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિખાઈલ મુશુસ્તિનને થયો કોરોના વાયરસ
ગુરુવારે રાતે રાષ્ટ્રીય ટીવીમાં જનતાને સંબોધિત કરતા રશિયાના વડાપ્રધાન મિખાઈલ મુશુસ્તિને કહ્યું કે તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ વાતની જાણકારી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને આપી છે. વાયરસથી સંક્રમિત થયા હોવાની જાણ થયા બાદ તરત તેમણે વડાપ્રધાન પદ પરથી અસ્થાયી રીતે હટવાનો નિર્ણય લઈ લીધો. મિખાઈલે વધુમાં જણાવ્યું કે હાલ રશિયાના નાયબ વડાપ્રધાન આંદ્રે વેલૂસોવ પદભાર સંભાળશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube