ભારત-માલદીવ-શ્રીલંકા- ત્રણપક્ષીય વાર્તા માટે કોલંબો પહોંચ્યા NSA અજીત ડોભાલ
Ajit Doval: ભારત, માલદીવ અને શ્રીલંકા વચ્ચે ત્રણપક્ષીય વાત્રા માટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કોલંબો પહોંચી ગયા છે.
કોલંબોઃ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ શુક્રવારે ભારત, શ્રીલંકા અને માલદીવ વચ્ચે ત્રીપક્ષીય વાર્તા માટે કોલંબો પહોંચ્યા છે. શ્રીલંકામાં ભારત અને માલદીવની સાથે મરીન સુરક્ષા સહયોગ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની ચોથી બેઠક આયોજીત થઈ રહી છે. વર્ષ 2014મા નવી દિલ્હી બાદ આ બેઠક 6 વર્ષ બાદ પ્રથમવાર યોજાઈ રહી છે.
કોલંબોમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યુ, 'NSA અજીત ડોભાલ મેરીટાઇમ અને સુરક્ષા સહયોગ પર ભારત-શ્રીલંકા-માલદીવ ત્રણપક્ષીય વાતચીત માટે કોલંબો પહોંચ્યા છે. તેમનું આર્મી કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ શિવેન્દ્ર સિલ્વાએ સ્વાગત કર્યુ.' ડોભાલ અને માલદીવના રક્ષામંત્રી મારિયા દીદી એક બીજાના પ્રતિનિધિમંડળની સાથે વાતચીત કરશે. આ સિવાય બાંગ્લાદેશ, મોરીશસ અને સેશેલ્સના ઓબ્ઝર્વર પણ હાજર રહેશે.
US President Election: આ એક શરત પર પોતાની ખુરશી છોડવા માટે રાજી થયા ડોનાલ્ડ ટ્રમ્પ
આ વર્ષે બીજી યાત્રા
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ડોભાલ શ્રીલંકાના રક્ષા સચિવ મેજર જનરલ (નિવૃત) કમલ ગુનારત્નેની સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે. આ વર્ષે ડોભાલનો બીજો પ્રવાસ હશે. આ પહેલા તેઓ જાન્યુઆરીમાં દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત માટે ગયા હતા. તેમાં રક્ષા, ગુપ્ત માહિતી શેર કરવી અને સમુદ્રીય સુરક્ષા પર રાષ્ટ્રપતિ ગોટબયા રાજપક્ષેની સાથે ચર્ચા કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube