ફિશ સ્પાના શોખીનો ખાસ વાંચે, યુવતીએ ગુમાવી પગની પાંચેય આંગળીઓ
ફિશ સ્પા એટલે કે પગની સફાઈ કરવાની રીત. ઓસ્ટ્રેલિયાની વિક્ટોરીયા કરથાઈસને `ફિશ સ્પા`થી પગની સુંદરતા અને સ્વચ્છતા કરવી ભારી પડી ગયું
ફિશ સ્પા એટલે કે પગની સફાઈ કરવાની રીત. ઓસ્ટ્રેલિયાની વિક્ટોરીયા કરથાઈસને 'ફિશ સ્પા'થી પગની સુંદરતા અને સ્વચ્છતા કરવી ભારી પડી ગયું. તેણે ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ ફિશ સ્પા કરાવવાથી તેણે તેના પગની આંગળીઓ ગુમાવવાનો વારો આવશે. વાત જાણે એમ બની કે કરથાઈસ વર્ષ 2010માં થાઈલેન્ડ ગઈ હતી. ત્યાં તેણે ફિશ સ્પા કરાવ્યું હતું. થાઈલેન્ડથી પાછા ફર્યા બાદ તેના પગની આંગળીમાં ઈન્ફેક્શન થઈ ગયું. તેની ટ્રિટમેન્ટ માટે તે જ્યારે ડોક્ટર પાસે ગઈ તો તેણે પગની બધી આંગળીઓ કપાવવી પડી.
સ્પા કરાવવાથી થયું ઈન્ફેક્શન
ડોક્ટરને જ્યારે તેના પગની તપાસ કરી તો જાણવા મળ્યું કે ફિશ સ્પા કરાવવાથી આવું ઈન્ફેક્શન થઈ ગયું છે. જેનાથી દિન પ્રતિદિન તેના હાડકા ખરાબ થઈ રહ્યાં છે. પહેલા તો ડોક્ટરને આ બીમારી સમજમાં ન આવી. પરંતુ ત્યારબાદ બે વર્ષ સુધી સારવારમાં કોઈ સુધારો જોવા ન મળતા ડોક્ટર આ બીમારીને પકડી શક્યાં. હકીકતમાં 17 વર્ષની ઉંમરમાં કરથાઈસના પગલમાં કાચ વાગ્યો હતો. જેના કારણે ડોક્ટરે એક આંગળી કાપવી પડી હતી.
બેક્ટેરિયાએ નુક્સાન પહોંચાડ્યું
ત્યારબાદ તે થાઈલેન્ડ ગઈ અને ફિશ સ્પા કરાવ્યું. તેની કાપેલી આંગળી શેવાનેલ બેક્ટેરિયાથી ઈન્ફેક્ટેડ થઈ ગઈ. આ ઈન્ફેક્શન ધીરે ધીરે વધીને પગના પંજામાં ફેલાઈ ગયું. બે વર્ષ સુધી ચાલેલી સારવાર બાદ ડોક્ટરે તેના પગની મોટી આંગળી કાપી નાખી. પરંતુ ત્યારબાદ પણ ઈન્ફેક્શનમાં કોઈ સુધારો થયો નહીં. પરેશાની વધવાથી ડોક્ટરે બે વધુ આંગળીઓ કાપવાનો ફેસલો લીધો. ત્યારબાદ વધેલી એક આંગળીમાં પણ ઈન્ફેક્શન વધી ગયું અને ડોક્ટરે તેને પણ કાપી નાખવી પડી.
પાંચેય આંગળીઓ કાપ્યા બાદ વિક્ટોરિયાનો પગ હવે સામાન્ય છે. વિક્ટોરિયા કહે છે કે જ્યારે પણ હું ફિશ સ્પા અંગે વિચારું છું ત્યારે મારા આખા શરીરમાં કંપારી છૂટે છે. પોતે આ દર્દમાંથી પસાર થઈ હોવાના કારણે વિક્ટોરિયા હવે અન્ય લોકોને ફિશ સ્પાને લઈને એલર્ટ કરી રહી છે. વિક્ટોરિયાનું આંગળીઓ વગરના પગ અંગે કહેવું છે કે મારો પગ હવે એકદમ સ્વસ્થ છે. હવે હું તેના પર પૂરેપૂરું પ્રેશર આપી શકું છું.