ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં તે વાતની ચર્ચા જોરો પર છે કે પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાનકાન અબ્બાની સાથે રાષ્ટ્રીય જવાબદારી પંચ (નૈબ) ની કસ્ટડી દરમિયાન ગેરવર્તણુંક કરવામાં આવી. ગેરવર્તણુંક એટલે સુધી કે એક અધિકારીએ તેમના પર ગ્લાબ ફેંક્યો હતો. જો કે નેબ દ્વારા આ દાવાને ફગાવી દીધો હતો. પાકિસ્તાની મીડિયામાં છપાયેલા એક સમાચાર અનુસાર નૈબનાં સુત્રોએ જણાવ્યું કે, પુછપરછ દરમિયાન ઉગ્ર થયેલા એક અધિકારી પહેલા તો અબ્બાસી પર ખીજાઇ ગયો અને ત્યાર બાદ તેની સાથે ધક્કા મુક્કી પણ કરી. સુત્રોએ જણાવ્યું કે, ઘટના નૈબનાં રાવલપિંડીની ઓફીસમાં બની. સુત્રોએ જણાવ્યું કે, જે પ્રકારે નેબ અધિકારી અંગે વાતો થઇ રહી છે તેને તપાસ દળમાં પેટ્રોલિયમ નિષ્ણાંત તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાએ ગોળ-ગોળ વાત કર્યા વગર સ્પષ્ટ જણાવ્યું અહીંયા છે આતંકવાદીઓનો અડ્ડો
બીજી તરફ તરલીકૃત ગેસ (LNG) ભ્રષ્ટાચાર મુદ્દે અબ્બાસી વિરુદ્ધ પુરાવા એકત્ર કરવાના પ્રયાસો કરી રહ્યો છે. સુત્રો અનુસાર પુછપરછ દરમિયાન અધિકારી અબ્બાસીનાં જવાબોથી ભડકી ગયો હતો . પહેલા તો તેણે અબ્બાસી સાથે ધક્કામુક્કી કરી આ દરમિયાન તેમના પર એક ગ્લાસ પણ મારી દીધો. જો કે અન્ય અધિકારીઓના હસ્તક્ષેપ બાદ મુદ્દો કાબુમાં આવ્યો હતો.


ચૂંટણી પહેલા ED એ શરદ પવાર પર 'લગામ' કસી, NABARD ના રિપોર્ટ આધારે કેસ દાખલ
ડુંગળીએ રોવડાવ્યા બાદ હવે ટમેટા લાલઘુમ થયા...
સુત્રોએ જણાવ્યું કે, અધિકારીએ આ મુદ્દે રિપોર્ટ રાવલપિંડી નૈબનાં મહાનિર્દેશક ઇરફાન નઇમ મંગીને સોંપ્યો છે. તેનાથી વિપરિત એમ પણ કહેવામાં આવ્યું કે અબ્બાસીએ પ્રતિરોધ દેખાડ્યો હતો. જો આ ઘટના યોગ્ય થે તો આ પહેલીવાર નથી કે પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાનની કસ્ટડીમાં બેઇજ્જતી કરવામાં આવી રોહય. આ અગાઉ જનરલ જિયા ઉલ હકના જોહુકમી શાસન દરમિયાન પૂર્વ વડાપ્રધાન જુલ્ફિકાર અલી ભુટ્ટો અને જનરલ મુશર્રફનાં કાળમાં પણ થઇ ચુક્યું છે.


હવે પરિક્ષાના માર્કના આધારે નહી કાબેલિયતના આધાર નક્કી થશે IAS બનશો કે IPS
જો કે નૈબના પ્રવક્તાને આ અંગે પુછતા તેણે આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું કે, જીયો ન્યૂઝની આ માહિતી ખોટી આધારહીન છે. કોર્ટમાં રજુ થયેલા અબ્બાસીની વાત પરથી સાબિત થાય છે કે આ વાત પાયાવિહોણી છે. તેણે કહ્યું કે, ન તો મારી સાથે કોઇ ગેરવર્તણુંક થઇ છે ન તો નેબ નિષ્ણાંતો લઇને આવ્યો હતો, પરંતુ તેણે કાંઇ જ કર્યું નથી.