મેડ્રીડ: ભગવાનની આ દુનિયામાં કુદરતના અનેક અજૂબા અને ચમત્કારો જોવા મળતા હોય છે. ધરતી પર જે ડોક્ટરોને ભગવાનનો દરજ્જો મળેલો છે તેઓ ઘણીવાર અશક્ય ગણાતી સર્જરીને પણ ઉપરવાળાની મહેરબાની ગણાવી દેતા હોય છે. આવો જ કઈક મામલો કોરોના વાયરસ (Corona Virus)  મહામારીની સેકન્ડ વેવ દરમિયાન ગત અઠવાડિયે સ્પેનના ઈબીઝા આયરલેન્ડમાં જન્મેલા બાળકમાં જોવા મળ્યો છે. એક નવજાત બાળક આજકાલ  ખુબ ચર્ચામા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાળકને સ્પેનના એવા પહેલા નવજાત બાળકનો ટેગ મળ્યો છે જે જન્મતાની સાથે જ શરીરમાં કોરોના એન્ટીબોડીઝ લઈને આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ નવજાતની માતાએ ગર્ભાવસ્થાના ત્રીજા માસમાં કોરોના રસી મૂકાવી હતી. 


'નવજાતની કોરોના સામે લડવાની ક્ષમતા વયસ્ક જેટલી'
મલોરકાની સોન એસ્પેસિસ હોસ્પિટલે બાળકના ગર્ભનાળના નમૂનાનું પરીક્ષણ કર્યા બાદ આ અહેવાલની પુષ્ટિ કરી છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ મેડ્રીડ હોસ્પિટલના ડેપ્યુટી ડાઈરેક્ટર મેન્યુઅલ ગ્રાન્ડલ માર્ટિને શુક્રવારે કહ્યું કે નવજાતના શરીરમાં કોરોના સંક્રમણ સામે મુકાબલો કરવાની ક્ષમતા બરાબર એવા વ્યક્તિ જેટલી છે જેણે પોતે કોરોનાની રસી લઈ લીધેલી છે. 


ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમણની ઝપેટમાં આવી 88 મહિલાઓ
નવજાત બ્રૂનોનો કેસ હવે વૈજ્ઞાનિક અને ડોક્ટરોના શોધ અને સ્ટડીનો વિષય બની ચૂક્યો છે. પરિણામ સામે આવ્યા બાદ ગર્ભવતી મહિલાઓ પર કોવિડ 19ની અસરનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોને શોધના નવા આયામ મળી શકે છે. શોધમાં વધુ મહત્વની જાણકારીઓ પણ સામે આવી છે. શોધમાં સામેલ મહિલાઓમાંથી 88 મહિલાઓ પ્રેગનેન્સી દરમિયાન જ કોરોનાની ઝપેટમાં આવી હતી. જેમાંથી કેટલીક એસિમ્પટોમેટિક (Asymptomatic) મહિલાઓ પણ હતી જેમના શરીરમાં કોરોના વાયરસના સંક્રમણના એક પણ લક્ષણો જોવા મળ્યા નહતા. 


'ગર્ભવતી મહિલાઓના રસીકરણની દિશામાં આશાનું કિરણ'
આવામાં કેટલાક એક્સપર્ટ્સનું એવું પણ માનવું છે કે આ પરિણામોથી ગર્ભવતી મહિલાઓના રસીકરણની સંભાવનાના દ્વાર ખુલી શકે છે. જેનાથી તેઓ અને તેમના બાળકો એમ બંનેનું કોરોના સંક્રમણથી રક્ષણ થઈ શકે. 


વૈજ્ઞાનિકોએ સ્ત્રી અને પુરુષ વગર જ તૈયાર કરી નાખ્યું ભ્રૂણ!, વિગતો જાણીને ચક્કર ખાઈ જશો


ઝૂમ મીટિંગમાં કોરોના પર ગંભીર ચર્ચા ચાલુ હતી, ત્યાં જ અધિકારીની પત્ની કપડાં વગર દેખાઈ, video વાયરલ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube